
હવે ખાલી ચાર રાજ્યોમાં બચ્યું છે કોંગ્રેસ, બાકી બધે કેસરિયો
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ભાજપને એક સાથે બેવડી ખુશી મળી છે. 2014 પછી ભારતભરના ચાર રાજ્યોને છોડીને બાકીના તમામ રાજ્યોમાં ભાજપની પોતાની સરકાર છે કાં તો પછી તેનું ત્યાં ગઠબંધન છે. નોંધનીય છે કે 2014ની ચૂંટણી વખતે કોંગ્રેસ પાસે 13 રાજ્યો હતા. અને ત્રણ વર્ષની અંદર જ મોદી મેજીક કહો કે કોંગ્રેસનું કુશાસન 19 રાજ્યોમાં વર્ષ 2017માં ભાજપની સરકાર બની છે. અને ખાલી ચાર રાજ્યો એટલે કે પંજાબ, કર્ણાટક, ત્રિપુરા અને મેધાલયમાં જ કોંગ્રેસ ટકી રહ્યું છે.
નોંધનીય છે કે ભાજપ દ્વારા કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશમાંથી પણ કોંગ્રેસને જાકારો આપ્યા પછી આવનારા સમયમાં ભાજપ આ ચાર રાજ્યો પર પણ કોંગ્રેસને નામશેષ કરવા પ્રયાસ કરશે જ. વધુમાં નોટબંધી અને જીએસટી પછી પણ ભાજપની એક પછી એક થયેલી જીત ટૂંકમાં કોંગ્રેસ માટે ચેતવાની વાત છે. વધુમાં ભાજપે કોંગ્રેસને હટાવવા માટે તમિલનાડુ, પશ્ચિમબંગાળ, ઓડિસ્સા, મેધાલય, તેલંગાના, મિઝોરમ અને ત્રિપુરામાં ગઠબંધન કર્યું છે. જે આવનારા સમયમાં કોંગ્રેસની મુશ્કેલી ચોક્કસથી વધારશે.