For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે રદ કર્યો અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટર સોદો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: રક્ષા મંત્રાલયે બુધવારે દલાલીના આરોપોમાં ફસાવવાના લીધે અગસ્તા વેસ્ટલેંડની સાથે થયેલો વીઆઇપી હેલિકોપ્ટર સોદો રદ કરી દિધો છે. જો કે વેસ્ટલેંડે મંત્રાલયને આપી સ્પષ્ટતામાં કહ્યું હતું કે 3600 કરોડના સોદાને પ્રાપ્ત કરવા માટે તેને કોઇ ખોટી રીત અપનાવી નથી.

અગસ્તા વેસ્ટલેંડ કંપનીના બે ટોચના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા માટે કથિત રીતે કમીશન આપ્યું હોવાના સમાચાર આવ્યા બાદ લગભગ એક વર્ષ 2010માં થયેલો આ કરાર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગી આ કેસમાં એક આરોપી છે. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે.

રક્ષા મંત્રાલયના સૂત્રોનું માનીએ તો રક્ષા મંત્રી એકે એંટનીની આજે સવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત બાદ કરાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ કરાર વીવીઆઇપી માટે 12 હેલિકોપ્ટરોને પુરા પાડવા સાથે જોડાયેલા છે અને અગસ્તા વેસ્ટલેંડ તેમાંથી ત્રણ હેલિકોપ્ટર આપી ચૂકી છે.

રક્ષા મંત્રાલય સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે એંગ્લો-ઇટાલીયન કંપની વિરૂદ્ધ પંચાટમાં જવાનો નિર્ણય કર્યો છે. કમીશનની ચૂકવણીના સમાચાર આવ્યા બાદ ભારતીય વાયુસેનાને આપવામાં આવેલા 12 ડબલ્યૂ-101 વીવીઆઇપી હેલિકોપ્ટર પુરા પાડવાના કોન્ટ્રાક્ટ પર સરકારે ગત ફેબ્રુઆરીમાં પ્રતિબંધ લગાવી દિધો છે.

helicopter

આ કેસમાં આરોપી કંપનીના બે ટોચના અધિકારીઓની ઇટલીમાંથી ધરપકડક કરવામાં આવી છે. જે સમયે કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો તે સમયે ભારતે 30 ટકા ચૂકવી દિધી હતી અને ત્રણ અન્ય હેલિકોપ્ટરો માટે આગળની ચૂકવણીની પ્રક્રિયા ચાલું છે.

રક્ષા મંત્રાલય ગત 10 મહિનામાં અગસ્તાવેસ્ટલેંડને બે કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે. કંપનીએ પોતાના જવાબમાં કોઇપણ ખોટા કામની મનાઇ કરી દિધી છે પરંતુ સરકાર તેમની દલીલ નકારી કાઢી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટલીમાં કથિત વચોટિયા પાસેથી જપ્ત કરવામાં આવ્યા દસ્તાવેજ પણ હાથ લાગ્યા અને આશા વ્યકત કરી છે કે તેના આધારે કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

થોડા મહિના પહેલાં રક્ષા મંત્રાલય દ્વારા કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કંપનીએ આરોપ લગાવ્યો હતો કે ભારત 'એકતરફી' વર્તે છે અને તેના વિરૂદ્ધ પંચાટની કાર્યવાહી શરૂ કરી દિધી છે. મંત્રાલયે તે સમયે કંપનીની સાથે કાયદાકીય લડાઇની મનાઇ કરી દિધી છે. ભારતના કેગે પણ આ કરારમાં ખામીઓ બતાવી હતી.

English summary
India has finally cancelled the controversial Rs. 3,600-crore contract for 12 helicopters meant for VVIPs with UK-based AgustaWestland amid allegations that deal was riddled with kickbacks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X