For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વોત્તરના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સરકાર ક્ષેત્રની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અને તેના વિકાસની ગતિ ઝડપથી કરવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે ક્ષેત્રના વિકાસ વિના ભારતનો વિકાસ ન થઇ શકે.

પૂર્વોત્તર રાજ્યોની ચાર દિવસ યાત્રા પહેલાં નરેંન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું 'હું અસમ, મણિપુર, ત્રિપુરા અને નાગાલેંડ જઇશ અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ જે મને સમાજના બધા વર્ગો બહાર સાથે જોડાશે. હું ત્યાં જઇને વધુ લોકો સાથે વાતચીત માટે ખૂબ ઉત્સુક છું.

narendra-modi-foto

વડાપ્રધાને કહ્યું કે સમૃદ્ધ પ્રાકૃતિક સંપત્તિ અને યુવાનોની પ્રતિભા વિકાસ યાત્રામાં પૂર્વોત્તરને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની ક્ષમતા પ્રદાન કરે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું 'ભારત ત્યાં સુધી વિકસિત નહી થાય, જ્યાં સુધી પૂર્વોત્તર વિકસિત ન થાય. અમે પૂર્વોત્તરની ક્ષમતના વિકસિત કરવા અને તેની વિકાસ પ્રક્રિયને તેજ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.પીએમ ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને વંશવાદનો મુદ્દો ખૂબ જોરશોરથી ઉઠાવ્યો. તેમણે વિપક્ષી દળો પર જુઠ્ઠું બોલવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમનું જુઠ્ઠું ચાલવાનું નથી.

નરેન્દ્ર મોદીએ જનતા સાથે વાયદો કર્યો ઝારખંડનો કોલસો વધુ લુંટાવા નહી દઉ. તેમણે કહ્યું કે અમારી સરકારે હવે આવી નીતિઓ બનાવી છે, જેથી કોલસાની લૂંટ થઇ શકશે નહી. તેમણે પોતાની બાકી રેલીઓને માફક આ વખતે પિતા-પુત્રનું નામ લીધું અને પરિવારવાદના રાજકારણને રાજ્યની ખરાબ પરિસ્થિતિનું કારણ ગણાવ્યું.

તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે તે ભાજપની પૂર્ણ બહુમતિવાળી સરકાર બનાવે, ત્યારે ઝારખંડનો વિકાસ થશે. પીએમ નરેન્દ્ર મોદીએ જમશેદપુરની આન-બાન-શાન બદલી દેવાનો પણ વાયદો કર્યો. તેમણે કહ્યું કે 13 થી 18 વર્ષની ઉંમરમાં બાળકની દેખભાળ જરૂર છે, ઝારખંડની ઉંમર અત્યારે તે સમયમાંથી પસાર થઇ રહી છે, એવામાં જરૂરી છે કે નેતૃત્વ યોગ્ય હાથમાં રહે.

English summary
Modi is scheduled to hold a rally in Jamshedpur's Gopal Maidan and in Ranchi's Morabadi Maidan today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X