જમ્મુ કાશ્મીર: પુંછમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની પોસ્ટ બરબાદ કરી

પાકિસ્તાન તરફથી સતત એલઓસી પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવે છે.

પાકિસ્તાન તરફથી સતત એલઓસી પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવે છે. પાકિસ્તાન સેના ઘ્વારા જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં આવેલા દિગવાર સેક્ટરમાં સતત ગોળીબારી કરવામાં આવી રહી છે. મંગળવારે સાંજે ભારતીય સેનાએ તેનો જોરદાર જવાબ આપ્યો. ભારતીય સેનાએ બાલનોઇ સેક્ટરમાં જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાની એક પોસ્ટ ઉડાવી દીધી. મંગળવારે સાંજે થયેલી આ કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાના કેટલાક જવાનો પણ માર્યા ગયાની ખબર આવી રહી છે. પાકિસ્તાન ઘ્વારા એલઓસી પર સતત ફાયરિંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: એક રિપોર્ટથી ભારત હવે પાકિસ્તાનની પોલ આખી દુનિયા સામે ખોલશે

એક જ દિવસમાં ત્રણ વાર યુદ્ધવિરામ તોડ્યું

એક જ દિવસમાં ત્રણ વાર યુદ્ધવિરામ તોડ્યું

મંગળવારે પાકિસ્તાને એક જ દિવસમાં ત્રણ વાર યુદ્ધવિરામ તોડ્યું હતું. 1 માર્ચે પુંછના જુલાસમાં થયેલી પાકિસ્તાની ફાયરિંગમાં બે બાળકોની મૌત થઇ ગઈ, જેમાં એક બાળક તો ફક્ત નવ મહિનાનો હતો જયારે બીજો બાળક 5 વર્ષનો હતો. ફાયરિંગમાં આ બંને બાળકોની માતાએ પણ દમ તોડી નાખ્યો. પાકિસ્તાન સતત ફાયરિંગમાં એલઓસી પાસે આવેલા ગામોને નિશાનો બનાવી રહી છે. ગયા શુક્રવારે જયારે વિંગ કમાન્ડર અભિનંદનને પાછો મોકલવામાં આવ્યો તે સમયે પણ પાકિસ્તાની સેના ઘ્વારા સતત ફાયરિંગ કરવામાં આવી રહી હતી.

એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન આક્રમક

એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન આક્રમક

26 ફેબ્રુઆરીએ જ્યારથી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નિશાનો બનાવવામાં આવ્યા છે, ત્યારથી એલઓસી પર પાકિસ્તાન ઘ્વારા આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન ઘ્વારા એલઓસી પર સતત ફાયરિંગ કરવામાં આવી રહી છે.

એક અઠવાડિયામાં 60 વાર સીઝફાયર વોયોલેશન

એક અઠવાડિયામાં 60 વાર સીઝફાયર વોયોલેશન

ન્યુઝ એજેન્સી પીટીઆઈ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 60 વાર યુદ્ધવિરામ તોડવામાં આવ્યું છે અને 70 કરતા પણ વધારે સામાન્ય માણસો આ ફાયરિંગમાં ઘાયલ થયા છે. પાકિસ્તાને એલઓસી પર આવેલા પુંછ, રાજોરી, જમ્મુ અને બારામૂલા જિલ્લામાં આવેલી ફોરવર્ડ પોસ્ટ પર ફાયરિંગ કરી છે. આ ફાયરિંગમાં 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાક જવાનો પણ છે. મંગળવારે પણ પાકિસ્તાન ઘ્વારા રાજોરીનાં સુંદરબાનીમાં ફાયરિંગ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X