For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LAC પર ચીનને ઝડબાતોડ જવાબ આપવા ભારતીય સેના સજ્જ

LAC પર ચીનને ઝડબાતોડ જવાબ આપવા ભારતીય સેના સજ્જ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર પાછલા બે અઠવાડિયાથી ફરી સંઘર્ષ શરૂ થયો છે. ચીને પૈંગેંગ સરોવરની દક્ષિણ બાજુએ મોર્ચો ખોલી દીધો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે હાલ ટકરાવ જલદી ખતમ થાય તેવી કોઈ ઉમ્મીદ નથી જણાઈ રહી. ભારતીય સેનાએ પણ ખુદને દુશ્મન સાથે લાંબા ટકરાવ માટે તૈયાર કરી લીધી છે. લદ્દાખમાં આગલા દોઢ મહિનામાં વાતાવરણ બદલાઈ જશે. સરકારના સૂત્રો મુજબ સેના ચીનને જવાબ આપવા માટે ખુદને હવે સિયાચિન જેવા હાલાતો માટે તૈયાર કરી ચૂકી છે.

-50 ડિગ્રી સુધી તાપમાન હશે

-50 ડિગ્રી સુધી તાપમાન હશે

ઠંડી શરૂ થશે ત્યારે અહીં -50 ડિગ્રી સુધી ચાલી જાય છે અને હવા પણ 40 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલે છે. સરકારના સૂત્રો મુજબ દુનિયાભરના સપ્લાયર્સ સાથે સેનાએ સંપર્ક કર્યો છે અને વધુ ઠંડીમાં જરૂરી ઉપકરણો ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. સેનાના જવાનોને હવે સિયાચિનમાં તહેનાત ટ્રૂપ્સ પાસે જે સુરક્ષા ઉપકરણો છે તેવા પ્રકારના જ ઉકરણો મળશે.

જવાનો માટે જરૂરી સામાનની ખરીદીનો ઑર્ડર

જવાનો માટે જરૂરી સામાનની ખરીદીનો ઑર્ડર

સેના માટે ઠંડીના મોસમમાં ઉપકરણોમાં થર્મલ વિયરથી લઈ ચશ્મા સુધી સામેલ હોય છે. ટૉપ સરકારી અધિકારીએ પુષ્ટિ કરી છે કે સેના તરફથી અમેરિકા, રશિયા અને યૂરોપમાં દૂતાવાસ પર તહેનાત ડિફેંસ અટૈશેને કહેવામાં આ્યું કે તેઓ ગરમ કપડાં અને સ્નો ટેંટ બનાવનારાઓની ઓળખ કરે જેથી જો ઈમરજન્સીની સ્થિતિ હોય તો તેને ખરીદી શકાય. વર્ષ 1984માં સિયાચિનમાં ઓપરેશન મેઘદૂત બાદ સેનાને તેની જરૂરતો મુજબ સ્થાનિક ઉત્પાદકો તરફથી તૈયાર ઈગ્લૂસ, સ્નો ગૉગલ્સ, બૂટ્સ અને ગ્લવ્સ સાથે બાકી જરૂરી ઉપકરણો આપવામાં આવ્યા હતા. સેનાએ લદ્દાખ સેક્ટરમાં ચીની જવાનોની સંખ્યાના બરાબર જવાન તહેનાત કરી દીધા છે.

કેટલીય મહત્વની ચોટીઓ પર ટકરાવ થશે

કેટલીય મહત્વની ચોટીઓ પર ટકરાવ થશે

નિષ્ણાંતો તરફથી કહેવામાં આવ્યું કે એલએસી પર હવે ભારત અને ચીન વચ્ચે ટકરાવ લાંબો ખેંચાઈ શકે છે તે વાતનો અંદાજો વધી ગયો છે. ભારતીય સેનાએ પૈંગોંગના દક્ષિણી ભાગમાં બ્લેક ટૉપ પર કબ્જો કરી લીધો છે. 4000 મીટરની ઉંચાઈ પર આવેલ આ ચોટીનું રણનૈતિક મહત્વ છે. જેના પર કબ્જા બાદથી સેના સ્પાંગ્ગુર ગૈપ નજીક પીપુલ્સ લિબ્રેશન આર્મીની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. બ્લેક ટૉપ, પીએલએના કબ્જાવાળા ગ્રીન ટૉપની ઠીક સામે છે. ગ્રીન ટૉપ, ફિંગર 4નો મહત્વનું સ્થાન છે.

દેશમાં કોરોના વાયરસનો આંકડો 43 લાખને પાર, 24 કલાકમાં 89000 નવા કેસદેશમાં કોરોના વાયરસનો આંકડો 43 લાખને પાર, 24 કલાકમાં 89000 નવા કેસ

English summary
indian army started preparation to face any trouble during winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X