For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગસ્ટર અને એરહોસ્ટેસની આ લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાર્યરત લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર વિક્રમજીત સિંહે લવ મેરેજ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાર્યરત લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર વિક્રમજીત સિંહે લવ મેરેજ કર્યા છે. રાજસ્થાન જોધપુરના પાબુપુરા આર્ય સમાજ મંદિરમાં વિક્રમજીત અને તેની પ્રેમિકા ગુરજિત કૌરના પ્રેમની કહાની લખવામાં આવી છે. જોધપુર કોર્ટના આદેશ બાદ ભારે પોલીસ સુરક્ષા હેઠળ વિક્રમજીતને જોધપુર સેન્ટ્રલ જેલથી પાબુપુરા આર્ય સમાજમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેણે ગર્લફ્રેન્ડ ગુરજિત કૌર સાથે સાત ફેરા લીધા હતા.

ટ્રાવેલ વ્યવસાયી પર ફાયરિંગ કરી હતી

ટ્રાવેલ વ્યવસાયી પર ફાયરિંગ કરી હતી

જોધપુર અપર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ 6 ના ન્યાયાધીશ તનસિંહ ચરણે જોધપુરના ટ્રાવેલ બિઝનેસમેન પર ગોળીબારના કેસમાં સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર વિક્રમજીતને તેની ગર્લફ્રેન્ડ એર હોસ્ટેસ ગુરજિત કૌર સાથે લગ્ન કરવાની મંજૂરી આપી હતી.

હિન્દૂ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા

હિન્દૂ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા

ગેંગસ્ટરએ આ માટે અદાલતમાં એડવોકેટ મારફત અરજી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વિક્રમજીત સિંહ અને એર હોસ્ટેસ ગુરજિત કૌર બંને એક બીજાને ખૂબ ચાહે છે. બંને હિન્દુ રિવાજો પ્રમાણે લગ્ન કરવા માગે છે. જોધપુર કોર્ટે આ ખાસ કેસમાં ઉદાર વલણ અપનાવીને ગેંગસ્ટરને પોલીસ કસ્ટડીમાં લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ગેંગસ્ટર વિક્રમજીત સિંહની ગર્લફ્રેન્ડ હરિયાણા એરલાઇન્સમાં એર હોસ્ટેસ છે.

લગ્ન પછી ફરી જેલમાં ગયો પ્રેમી

લગ્ન પછી ફરી જેલમાં ગયો પ્રેમી

રવિવારે બપોરે જોધપુર કોર્ટની મંજૂરીથી પાબુપુરામાં આર્ય સમાજ ભવનમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિક્રમજીત સિંહ અને એર હોસ્ટેસ ગુરજિત કૌરે આર્ય સમાજની પદ્ધતિ અનુસાર લગ્ન કર્યા. આ પછી, બંનેને વૈવાહિક પ્રમાણપત્રો એનાયત કરાયા. સાંજે પાંચ વાગ્યે, વિક્રમજીત સિંહને ફરીથી પોલીસે સેન્ટ્રલ જેલમાં લઈ ગયા. જ્યારે તેની પત્ની ગુરજિત કૌર પરિચિત સાથે પાબુપુરા ચાલી ગઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે શાસ્ત્રીનગર ખાતે જોધપુરના ડોક્ટર સુનીલ ચંડક અને ટ્રાવેલ બિઝનેસમેન મનીષ જૈનના ઘરે ફાયરિંગ કરવા અને ગભરાટ ફેલાવવાના આરોપી વિક્રમજિત અને અન્ય લોકો વિરુદ્ધનો કેસ કોર્ટમાં વિચારણા હેઠળ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ફસાયા ગુજરાતના 80 લોકો, પાછા લાવવા મોદી સરકારને વિનંતી

English summary
Interesting love story of gangster and airhostess
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X