For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IRCTCની બૂકિંગ ક્ષમતા વધશે : એક મિનિટમાં 7200 ઇ ટિકિટ બૂક થશે

|
Google Oneindia Gujarati News

irctc
નવી દિલ્હી, 27 મે : ભારતીય રેલવેની ઓનલાઇન ટિકિટ બૂકિંગ સેવા IRCTC ઇ ટિકિટના બૂકિંગમાં માગ અને પુરવઠા વચ્ચેની ખાઇને પૂરી કરવા માટે હવે મોટી યોજના લઇને આવી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં જ આઇઆરસીટીસી એક જ મિનીટમાં એક સાથે 7200 ટિકિટ્સ બૂક કરી શકાય તેવી ક્ષમતા વિકસાવી લેશે.

વર્તમાન સયમાં આઇઆરસીટીસીની ઓનલાઇન બૂકિંગ સાઇટ વેબસર્વર્સ પર 1.2 લાખ કનેક્શન્સ ધરાવે છે. વર્તમાન સમયમાં સાઇટ એક મિનિટમાં 2000 ટિકટ્સ બૂક કરી શકવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર અપગ્રેડેશન અંગેનું વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન રજૂ કરતા આઇઆરસીટીસીના મેનેજિંગ ડાયરેક્ટર આર કે ટંડને જણાવ્યું કે રેલવે મિનિસ્ટર સી પી જોશી સાથે યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં આઇઆરસીટીની ક્ષમતા વધારવાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર યોજના પાછળ રૂપિયા 100 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ અંગેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રેલવે પ્રધાન સમક્ષ કરવામાં આવ્યું હતું. રેલવેના સિનિયર અધિકારીઓએ એક મિનીટમાં 7200 ઇ ટિકિટ્સ કેવી રીતે બૂક કરી શકાય તે અંગે નિદર્શન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન દરમિયાન રેલવે પ્રધાન સી પી જોશી ઉપરાંત રેલવે બોર્ડના ચેરમેન વિનય મિત્તલ અને સીઆરઆઇએસના મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ કુમાર પણ ઉપસ્થિત હતા. આઇઆરસીટીસીની વેબસાઇટને અપગ્રેડ કરવાનું કામ સીઆરઆઇએસ કરી રહી છે.

રેલવે મંત્રાલય પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દર વર્ષે અંદાજે 31 કરોડ ટિકિટ રિઝર્વેશન કરવામાં આવે છે. તેમાંથી 55 ટકા ટિકિટ્સ વિન્ડો દ્વારા વેચવામાં આવે છે. જ્યારે માત્ર 37 ટકા ટિકિટ્સ ઓનલાઇન બુક કરવામાં આવે છે. હવે ટિકિટ બુકિંગ અપગ્રેડેશનનું કામ તબક્કાવાર કરવામાં આવશે અને તેની ક્ષમતા દૈનિક ધોરણે 3.67 લાખથી વધારીને 4.15 લાખ સુધી લઇ જવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા રેલવે બજેટમાં કરવામાં આવેલી ઘોષણા અનુસાર કરવામાં આવશે. ઇ ટિકિટિંગ સાઇટ માટે નવી પેઢીનું સોફ્ટવેર લાવીને બૂકિંગ ક્ષમતા 7200 ટિકિટ પ્રતિ મિનિટ કરવાની જાહેરાત પૂર્વ રેલવે પ્રધાન પવન કુમાર બંસલે કરી હતી. સામાન્ય રીતે સવારે 10 વાગે તત્કાલ ટિકિટના બૂકિંગ સમયે વેબસાઇટ પર લોડ વધી જાય છે.

English summary
IRCTC would book 7200 e tickets per minute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X