• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું RSSની દરમિયાનગીરી ભાજપની નૈયા ડૂબાડશે?

|

નવી દિલ્હી, 4 નવેમ્બર : રાષ્ટ્રીય પક્ષ ભાજપના નેતાઓની કસોટી ફરી શરૂ થઇ છે. તમામ રાષ્ટ્રીય પક્ષોમાં અલગ છાપ ધરાવતા ભાજપની વાત ન્યારી છે. ભ્રષ્ટાચારથી ખરડાયેલી કેન્દ્ર સરકાર સામે વિપક્ષ તરીકે ભાજપને ઘણો લાભ મળી રહ્યો છે. આ પાર્ટી સામાન્ય પાર્ટીઓની જેમ ચાલતી નથી. તે પોતાની મીડિયા ફ્રેન્ડલી છબીને કારણે પણ જાણીતી છે.

mohan-bhagwat-nitin-gadkari

આમ છતાં પાર્ટી વિથ ડિફરન્સ તરીકે જાણીતી ભાજપમાં તેના પ્રતિસ્પર્ધી પક્ષો કરતાં પણ વધારે ઝડપથી મુશ્કેલીઓ આવી રહી છે. તાજેતરમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી સામે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આવા સમયે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી અને ભાજપમાં સર્વોચ્ચ નેતૃત્વ પર નીતિન ગડકરીને ચાલુ રાખવા કે નહીં તે અંગે તાત્કાલિક કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી.

આરોપી ગડકરી મુદ્દે આરએસએસ દ્વિધામાં

નીતિન ગડકરીના મુદ્દે આરએસએસ દ્વારા શાણપણયુક્ત વલણ અપનાવવામાં આવ્યું હતું. ગ્રામીણ મહારાષ્ટ્રમાં ગડકરીએ જમીન પર દબાણ કર્યું હોવાના આરોપો સામે વ્યથિત સંઘે એટલું જ જણાવ્યું કે જો દોષ સાબિત થશે તો તેની કાયદેસર સજા આપવામાં આવશે. આ મુદ્દે તેણે કર્ણાટકમાં ભાજપના બળવાખોર બી એસ યેદુરપ્પાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે પક્ષના આદેશની અવગણના કરનારને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા. ગડકરીના બચાવમાં સંઘે એમ પણ જણાવ્યું કે ભ્રષ્ટાચારના આદેશ અન્યો સામે પણ છે તેમાં માત્ર ગડકરીનું નામ લેવું ઉચિત નથી.

કસોટીના સમયમાં આરએસએસ દ્વારા નીતિન ગડકરીને પડતા મૂકાયા હોત તો કદાચ વાજપેયીના રાજકારણમાંથી વિદાય લીધા બાદ અને અડવાણીની નિષ્ફળતા બાદ પાર્ટીને પહોંચેલા નુકસાનમાંથી બહાર લાવી શકાઇ હોત. વર્તમાનમાં ભાજપ જ્યારે આગામી લોકસભા ચૂંટણીઓનો સામનો કરવા માટેની વ્યૂહ રચના તૈયાર કરી રહ્યો છે, ત્યારે આ પ્રકારના મુદ્દાઓથી પાર્ટીને મોટું નુકસાન પહોંચી શકે છે. આ નુકસાન માટે બીજું કોઇ નહીં પણ આરએસએસ જ જવાબદાર છે.

અત્યારે સમય છે કે ભાજપ પાર્ટીમાં આરએસએસના વર્ચસ્વને અથવા તેની દરમિયાનગીરીને મર્યાદિત કરી શકે. પણ આરએસએસના શબ્દોને ભાજપ ઉલ્લંઘી શકે એમ નથી અને આજે પણ આજ્ઞાકારી બાબતો માટે સંઘને શરણે જાય છે.

કોની વિરુધ્ધ કોણ છે ?

સત્તા અધિકારની મુશ્કેલી માત્ર આરએસએસ કે ભાજપ વચ્ચે નથી. આ મથામણમાં એકથી વધારે પાસા છે. સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને નવા પ્રમુખ શોધવા કહેલી બાબતે ફરી એક વાર સંઘનું વર્ચસ્વ ભાજપ કરતા વધારે છે એ સાબિત કર્યું છે. વળી, સંઘમાં પણ મતાંતર ઉભા થયા છે. સુરેશ સોની જેવા અગ્રણી નેતા હંમેશા ભાગવતની વિરુધ્ધમાં વાત કરતા હોય છે. તેઓ દેશના ભાવિ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરીના અનુગામી તરીકે અરૂણ જેટલીને ચાહે છે. બીજી તરફ ભાજપમાં જ અરૂણ જેટલીને રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નહીં ઇચ્છતા લોકોની યાદી પણ લાંબી છે.

સંગઠન કક્ષાએ કોંગ્રેસની સ્થિતિ મજબૂત

સંગઠનની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ ભિન્ન છે. દેશમાં માત્ર છ વર્ષ સુધી શાસન કરનારી ભાજપની સમસ્યાઓ વર્ષ 1947થી અત્યાર સુધી શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીની સમસ્યાઓ કરતા વધારે છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપે બે મોટી પછડાટ ખાધી છે. જેના કારણે તે પાછળ છે.

જવાબદેહીની સમસ્યા

એક કુટુંબ દ્વારા સંચાલિત કોંગ્રેસમાં આજે પણ ચૂંટણી સમયે લોકશાહી જોવા મળે છે. રાજકારણ અને ચૂંટણી બંનેમાં ગાંધી પરિવાર સક્રિય હોવાથી જ્યારે પણ ચૂંટાઇ આવે ત્યારે તેઓ શાસન કરે છે. તેઓ રાજકારણમાંથી સમર્પણ કર્યું ત્યારે પણ ચૂંટણી યોજવામાં આવી હતી. આ કારણે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વધારે લાંબો સમય ચાલી શકી છે. કારણ કે તેને જવાબદેહ સરકાર માનવામાં આવે છે.

આ કારણે કોંગ્રેસને બીજો મોટો ફાયદો એ થાય છે કે ભૂતકાળમાં કોંગ્રેસમાં ભાગલા પડવા છતાં તેની ઓળખ જળવાઇ રહી છે. બીજી તરફ હાલ સુધી રાજકીય ક્ષેત્રે ખાસ ઝળકેલા નહીં એવા નીતિન ગડકરીને સંઘ દ્વારા પરાણે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. હવે જ્યારે તેમના પર આરોપો મૂકવામાં આવ્યા છે ત્યારે જવાબદેહીનો પ્રશ્ન ઉભો થાય છે.

ભાજપે સંઘ સાથે અંતર જાળવવું જરૂરી

આરએસએસ સામે ભાજપ જેટલું ઝુકી રહ્યું છે તેટલી જ સમસ્યા વધતી જાય છે. વર્તમાન સમયમાં ભાજપ નેતૃત્વ સંબંધિત અગણિત સમસ્યાઓમાં ઉલઝેલી છે. આ ઉપરાંત બાહ્ય સમસ્યાઓ મુસીબતમાં વધારો કરી રહી છે. આવા સમયે પક્ષે પોતાની સ્વતંત્રતા પર ફેર વિચાર કરવો જરૂરી બન્યો છે. નરેન્દ્ર મોદીએ આવી જ રીતે પોતાના શાસનને સંઘથી અલગ રાખીને સરળ રસ્તો અપનાવ્યો છે. જો આમ નહીં કરવામાં આવે તો વર્ષ 2014માં સત્તારૂઢ થવાનું સપનુ સાકાર કરવું અશક્ય બનશે.

English summary
Is RSS's influence destroying BJP?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more