For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહત્વકાંક્ષી મિશન મંગળઃ ઇસરોએ શરૂ કરી તૈયારી

By Super
|
Google Oneindia Gujarati News

mars
બેંગ્લોર, 8 જુલાઇઃ ઇસરોના ઓક્ટોબર-નવેમ્બરમાં આગામાં 'બિગ બેંગ' મંગળ ઓર્બિટર મિશન માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ ભારતનું એક મહત્વકાંક્ષી મિશન છે, જેનાથી માત્ર ઇસરોની પ્રતિષ્ઠા જ નહીં વધે પરંતુ લાલ ગ્રહ પર જીવનના સંભવિત અસ્તિત્વ પર પણ પ્રકાશ પડશે.

આ અધિકારીઓએ અનુસાર ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનથી(પીએચએલવી એક્સએલ)થી લોન્ચ કરવામાં આવનારા ઉપગ્રહ જટિલ વૈજ્ઞાનિક પ્રયોગ કરશે. મંગળની સપાટી, વાતાવરણ અને ખનીજોના અધ્યયન કરવા માટે પાંચ ઉપકરણ હશે.

જેમાં મંગળની ઉપરની સપાટીની પ્રક્રિયાના અધ્યયન, મીથેન ગેસની ઉપસ્થિતિ અને મંગળની ઉપરની સપાટીની તટસ્થ રચનાથી સંબંધિત અધ્યયનો માટે એલ્ફા ફોટોમીટર મીથેસ સેન્સર અને માર્ટિયન એક્સોસફેરિક કંપોજીશન એક્સપ્લોરર જેવા ઉપકરણો લાગેલા હશે. માર્સ કલર કેમેરા(એમસીસી) પ્રકાશ સંબંધી તસવીરો લેશે અને ટીઆઇઆર ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર(ટીઆઇએસ) સપાટીની રચના તથા ખનીજ ભંડારના નકશા તૈયાર કરવા પર કેન્દ્રિત હશે.

ઇસરોના એક અધિકારીએ કહ્યું કે માર્સ ઓર્બિટર મિશન(એમઓએમ) અંતરિક્ષ યાન સમેકન પ્રક્રિયા પ્રગતિ પર છે. એ પૂર્ણ થયા બાદ અંતરિક્ષ યાને ક્ષણતા પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. મિશનથી ઇસરોને આ પ્રકારના અન્વેષણ, જીવન સંભવિત અસ્તિત્વ અને ભવિષ્યમાં મંગળ પર નિવાસ જેવા પ્રોધ્યોગિકી પડકારોને સમજવાની મદદ મળશે.

English summary
Preparations are afoot for the upcoming big bang Mars Orbiter Mission in October November
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X