For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISROએ રચ્યો ઈતિહાસ, દેશના સૌથી તાકાતવર સંચાર સેટેલાઈટ GSAT-30નું સફળતાપૂર્વક લૉન્ચ

ISROએ રચ્યો ઈતિહાસ, દેશના સૌથી તાકાતવર સંચાર સેટેલાઈટ GSAT-30નું સફળતાપૂર્વક લૉન્ચ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ સંગઠન (ઈસરો)એ ફરી એકવાર ઈતિહાસ રચી નાખ્યો છે. ઈસરોએ દેશના નામે વધુ એક મોટી સફળતા લખી દીધી છે અને સૌથી તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ- 30ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો. 2020માં ઈસરોનું આ પહેલું લૉન્ચ છે, જેમાં તેને સફળતા મળી છે. ઈસરોના જીસેટ-30ને યૂરોપિયન હેવી રોકેટ એરિયન-5થી સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો. જેને 17 જાન્યુઆરીએ વહેલી સવારે 2.35 કલાકે દક્ષિણ અમેરિકાના ઉત્તરપૂર્વી તટ પર કૌરોના એરિયર પ્રક્ષેપણથી લૉન્ચ કરવામાં આવ્યો. આ ભારતને એવો 24મો સેટેલાઈટ છે, જેને એરિયનસપેસના એરિયન રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યો હોય.

GSAT30

2020માં ઈસરોનો પહેલો સેટેલાઈટ લૉન્ચ

ઈસરોએ 2020માં પોતાનો પહેલો સેટેલાઈટ લૉન્ચ કર્યો. જીસેટ-30 લૉન્ચ કર્યાની થોડી વાર બાદ જીસેટ-30થી એરિયન-5 VA251નો ઉપરી ભાગ સફળતાપૂર્વક અલગ થઈ ગયો. જીસેટ-30 ઈનસેટ-4એની જગ્યા લેશે. જીસેટ-30ની કવરેજ ક્ષમતા વધુ હશે. ઈનસેટ-4ને વર્ષ 2005માં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે ઈનસેટ-4ની ઉંમર પૂરી થઈ ચૂકી છે, સાથે જ ઈન્ટરનેટ ટેક્નોલોજીમાં તેજીથી બદલાવ આવી હ્યા છે, જેના કારણે દેશને વધુ તાકાતવર સેટેલાઈટની જરૂરત હતી.

જીસેટ-30 સેટેલાઈટમાં ખાસ શું છે

જીસેટ-30 સેટેલાઈટનું વજન 3100 કિલોગ્રામ છે. આ સેટેલાઈટ 15 વર્ષ સુધી કામ કરશે. આ ઉપગ્રહથી ભારતની ટેલિકોમ સર્વિસ વધુ સારી થશે અને ઈન્ટરનેટ સેવાની સ્પીડ વધશે. આ સેટેલાઈટ લૉન્ચ બાદ એવા વિસ્તારોમાં પણ મોબાઈલ સેવા પહોંચશે જ્યાં અત્યાર સુધી ઈન્ટરનેટના નામે મીંડું હહતું. જીસેટ-30નો ઉપયોગ વ્યાપક રૂપે વીસેટ નેટવર્ક, ટેલીવિઝન અપલિંકિંગ, ટેલીપોર્ટ સેવાઓ, ડિજિટલ સેટેલાઈટ, ડીટીએચ ટેલિવિઝન સર્વિસિઝની સાથોસાથ જળવાયુમાં આવતા બદલાવ સાથે મોસમની ભવિષ્યવાણી કરવામાં મદદ કરશે.

દિલ્હી સરકારની લાપરવાહીને કારણે નિર્ભયાના બળાત્કારીઓની ફાંસીમાં વિલંબ થયોઃ ભાજપદિલ્હી સરકારની લાપરવાહીને કારણે નિર્ભયાના બળાત્કારીઓની ફાંસીમાં વિલંબ થયોઃ ભાજપ

English summary
isro successfully launched GSAT-30
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X