For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરોને મોટી સફળતા, રિસોર્સસેટ-2 એ નું સફળ પ્રક્ષેપણ

સવારે લગભગ 10.25 કલાકે પીએસએલવી-સી36 દ્વારા 1.2 ટન વજનના રિસોર્સસેટ-2એ નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યુ. પીએસએલવીની 38 મી ફ્લાઇટમાં ઇસરોએ એક્સએલ વર્ઝન રોકેટનો ઉપયોગ કર્યો છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટરના ઇસરો દ્વારા રિમોટ સેંસિંગ સેટેલાઇટ રિસોર્સસેટ-2એ નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યુ. પીએસએલવી-સી36 ની મદદથી રિસોર્સસેટ-2એ ને લોંચ કરવામાં આવ્યુ.

paslv

સવારે લગભગ 10.25 કલાકે પીએસએલવી-સી36 દ્વારા 1.2 ટનના રિસોર્સસેટ-2એ ને લોંચ કરવામાં આવ્યુ. પીએસએલવીની 38 મી ફ્લાઇટમાં ઇસરોના એક્સએલ વર્ઝન રોકેટનો ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઇએ કે 1994 થી 2016 દરમિયાન 18 વર્ષમાં પીએસએલવીએ 36 સફળ પ્રક્ષેપણ કર્યા છે. આના દ્વારા લોચ કરવામાં આવેલ 121 સેટેલાઇટમાંથી 79 વિદેશી સેટેલાઇટ છે.

શ્રીહરિકોટાથી રવાના થયાની 18 મિનિટ બાદ પીએસએલવી-સી36 ના સેટેલાઇટને 818 કિમી ધ્રુવીય સૂર્ય સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

રિમોટ સેંસિંગ સેટેલાઇટ છે રિસોર્સસેટ-2એ

રિસોર્સસેટ-2એ એક રિમોર્ટ સેંસિંગ સેટેલાઇટ છે જેનુ કામ સંશાધનો પર નજર રાખવાનું છે. તે 2003 અને 2012 માં ક્રમશ: લોંચ કરાયેલા રિસોર્સસેટ-1 અને રિસોર્સસેટ-2 મિશનને ફોલો કરશે.

English summary
Isro successfully places remote sensing satellite Resourcesat 2A in orbit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X