For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલું વર્ષે શરૂ થશે મંગળ પર તિરંગો લહેરાવાનું મિશન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરીઃ અંતરિક્ષ વિજ્ઞાનમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી ચૂકેલો ભારત ટૂંક સમયમાં મંગળ પર તિંરગો લહેરાવશે. ટૂંક સમયનો અર્થ બે કે ચાર વર્ષ નહીં, પરંતુ ચાલું વર્ષે જ આ કવાયદ હાથ ધરવામાં આવશે. જી હાં, આ વાતની પૃષ્ટિ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કરી છે.

isro
ગુરુવારે બજેટ સત્ર દરમિયાન અભિભાષણમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણું અંતરિક્ષ કાર્યક્રમ આપણી વૈજ્ઞાનિક ઉપલ્બધીઓનું પ્રતીક છે અને તેનાથી દેશના ઘણા ક્ષેત્રોને ફાયદો થશે. 9 સપ્ટેમ્બર 2012એ પોલર ઉપગ્રહ પ્રક્ષેપણ યાનનું પ્રક્ષેપણ આપણા 100મું અંતરિક્ષ મિશન હતું. દરેક મોસમમાં પ્રતિબિંબન ક્ષમતાવાળા ભારતના પ્રથમ સુદૂર સંવેદી ઉપગ્રહ રીસૈટ-I (RISAT-I) ને પણ વર્ષ 2012માં પ્રક્ષેપિત કરવામાં આવ્યું. વર્ષ 2013માં ઘણા અંતરિક્ષ મિશન શરૂ કરવાની યોજના છે, જેમાં મંગળ ગ્રહ માટે પ્રથમ મિશન તથા પ્રથમ નેવિગેશનલ ઉપગ્રહ પ્રક્ષેપણ પણ સામેલ છે. એટલે કે, મંગળ ગ્રહ પર જવા માટે ભારત પોતાના રોકેટનું પ્રક્ષેપણ આ વર્ષે કરશે.

દેશના અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રના તાજા સમાચાર પર પ્રકાશ નાંખીએ તો ઇસરોમાં અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ મહિને 25 ફેબ્રુઆરીએ થનારી રોકેટ પ્રક્ષેપણની તૈયારીને ઝડપી કરી દેવામાં આવી છે. આ રોકેટ સાત ઉપગ્રહોને પોતાની સાથે લઇ જશે. ઉપગ્રહોના પીએસએલવી-સી20 રોકેટ સાથે જોડાયા બાદ તમામ ઉપગ્રહો તથા રોકેટની તમામ તપાસ કરી લેવામાં આવી છે. આ સ્તર પર રોકેટ પરીક્ષણની પ્રક્રિયામાંથી ગુજરે છે. આ રોકેટ 25 ફેબ્રુઆરીએ હરિકોટા રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રથી છોડવામાં આવશે, જેની સાથે જનારા સાત ઉપગ્રહોમાં ભારત-ફ્રાન્સના સહયોગની નિર્મિત ઉપગ્રહ 'સરલ' પણ છે.

English summary
India will launch its first space mission to Mars this year, President Pranab Mukherjee said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X