For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISRO ઓશનસેટ-3 અને 8 નેનો સેટેલાઈટ લોંચ કરશે, જાણો તેની ખાસિયત!

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો રોજ રોજ નવી ઉપ્લબ્ધી હાંસલ કરતું જાય છે. હવે ઈસરો વધુ એક મિશન લોંચ કરવાની તૈયારીમાં છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો રોજ રોજ નવી ઉપ્લબ્ધી હાંસલ કરતું જાય છે. હવે ઈસરો વધુ એક મિશન લોંચ કરવાની તૈયારીમાં છે. ઈસરો તેના આગામી મિશન PSLV-C54/EOS-06 માટે તૈયાર છે અનેે લોંન્ચિંગ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે.

pslv

આ નવા મિશન દ્વારા ઈસરો ઓશન સેટ સીરિઝના ત્રીજી જનરેશનનો સેટેલાઇટ ઓશનસેટ-3 અને આઠ નેનો સેટેલાઇટ લોન્ચ કરશે. આ મિશન 26 નવેમ્બરે સવારે 11.46 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે.

આ મિશનમાં ઈસરો દ્વારા લોંચ કરવામાં આવનારો ઓશનસેટ-3 એક ખાસ ઉપગ્રહ છે. આ ઓશનસેટ શ્રેણીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. ઉપગ્રહો ઓશનસેટ શ્રેણી પૃથ્વીનું અવલોકન કરતા ઉપગ્રહો છે. આ ઉપગ્રહ સમુદ્રશાસ્ત્ર અને વાતાવરણીય અભ્યાસને સમર્પિત છે. આ ઉપરાંત આ ઉપગ્રહ દરિયાઈ હવામાનની આગાહી કરવામાં સક્ષમ છે. આનાથી ચક્રવાત માટે અગાઉથી તૈયારી કરી શકાય છે.

આ શ્રેણીનો પ્રથમ ઉપગ્રહ Oceansat-1 26 મે 1999ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 સપ્ટેમ્બર 2009ના રોજ Oceansat 2 લોન્ચ કરાયો. Oceansat 2 નું સ્કેનિંગ સ્કેટોરોમીટર નિષ્ફળ ગયા બાદ 2016માં ScatSat-1 લોન્ચ કરવામાં આવ્યું. આ શ્રેણીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ Oceansat 3 આવતીકાલે લોન્ચ થશે. આ શ્રેણીના ઉપગ્રહોમાં ઓશન કલર મોનિટર હાજર હતા. આ મિશનમાં ઓશન કલર મોનિટર OCM3, સી સરફેસ ટેમ્પરેચર મોનિટર, ku-band સ્પેક્ટ્રોમીટર અને ARGOS જેવા પેલોડ પણ છે.

આ મિશન સાથે વધુ 8 નેનો ઉપગ્રહ પણ લોંચ કરાશે. આ મિશન લગભગ 8,200 સેકન્ડ એટલે 2 કલાક 20 મિનિટ સુધી ચાલશે. આ પીએસએલવીનું લાંબુ મિશન હશે. આ દરમિયાન પ્રાથમિક ઉપગ્રહો અને નેનો ઉપગ્રહો બે અલગ-અલગ સોલર સિંક્રોનસ પોલર ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે.

English summary
ISRO will launch Oceansat-3 and 8 nano satellites, know its features!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X