For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને પણ મળવા માટે તૈયાર છું: ડેવિડ કેમરૂન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર: બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને જણાવ્યું છે કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત ભારતના તમામ ચૂંટાયેલા નેતાઓને મળવા માટે તૈયાર છે. કેમરૂને ભારતની એક દિવસીય ટૂંકી યાત્રા દરમિયાન શિખર નેતાઓના સમ્મેલનના એક કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં આ વાત કહી. તેમને પૂછવામાં આવ્યું હતું કે આપની સંક્ષિપ્ત ભારત યાત્રામાં તેઓ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોલકાતા જઇને મુલાકાત કરી રહ્યા છે. મોદી સાથે મુલાકાત અંગે આપનું શું કહેવું છે?

બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાતની સાથે અમારો સંપર્ક શરૂ થયો છે. વાતચીત ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે તેઓ મોદી સહિત ભારતના તમામ ચૂંટાયેલા નેતાઓ સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર રહે છે. કેમરૂને જણાવ્યું કે સારૂ પણ એ છે અને બ્રિટેનનો દ્રષ્ટિકોણ પણ એ છે કે તમામ ચૂંટાયેલા નેતાઓને મળવામાં આવે, તેઓ જનતાની ઉપર છે કે તેઓ કોને ચૂંટે છે.

મોદી પર સીધી ટિપ્પણી કરવાતી બચતા તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણી થવાની છે અને અત્રેના ઘરેલું મામલાથી તેઓ દૂર રહેવા માંગશે. બ્રિટેનમાં ગુજરાતી મૂળના ખૂબ જ લોકો છે. તેમની સાથે બ્રિટેનનો સંબંધ છે. તેમનું માનવું છે કે ગુજરાતની સાથે સંપર્ક શરૂ થયો છે, સંબંધ બન્યા છે અને આ સિલસિલો જારી રહેવો જોઇએ.

david camron
કેમરૂને જણાવ્યું કે તેમની વર્તમાન ભારત યાત્રા ખૂબ જ ટૂંકી છે, જેમાં બંને દેશોની વચ્ચે વાતચીત થવાની છે અને તેમનું ધ્યાન વડાપ્રધાન ડો. મનમોહન સિંહની સાથે મુલાકાત પર છે. કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન તાતા સહિત ભારત બ્રિટેનના ઉદ્યોગ, વ્યાપાર સામાજિક જગતની શ્રેષ્ટ હસ્તીઓ હાજર હતી.

ઉલ્લેખનીય છે કે કેમરૂન કોલંબોમાં થઇ રહેલા શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પહેલા ભારત આવ્યા છે. જ્યાં આજે તેમણે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.

English summary
British Prime Minister David Cameron is open to meeting Gujarat chief minister Narendra Modi and said he will do so in time while his government goes ahead with steps to engage with him and his government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X