અશોક ગેહલોત હશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, ઔપચારિક જાહેરાત બાકી
અશોક ગેહલોત હશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી
નવી દિલ્હીઃ અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે. અશોક ગેહલોત અને સચિન પાયલટમાંથી કોઈ એકને ચૂંટવાને લઈને કોંગ્રેસ મોવડી મંડળ સતત બેઠક કરી રહ્યું હતું. જે બાદ રાહુલ ગાંધીએ અશોક ગેહલોતના નામ પર મોહર લગાવી દીધી છે. આ મામલે હજુ ઓફિશિયલી જાહેરાત થવાની બાકી છે. સાડા ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે કોંગ્રેસ જાહેરાત કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરે સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે ફોટો શેર કર્યો છે. રાજસ્થાનના સીએમ માટે આ બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું હોવાના અહેવાલ વચ્ચે રાહુલ ગાંધીએ 'યૂનાઈટેડ કલર્સ ઑફ રાજસ્થાન' લખી એક ફોટો ટ્વીટર પર શેર કર્યો. ફોટોમાં રાજસ્થાનના બંને નેતા બાજુ-બાજુમાં ઉભા જોવા મળી રહ્યા છે. ગુરુવારે મધ્ય પ્રદેશના બંને નેતાઓ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ નામ ફાઈનલ કરતા પહેલા આવી રીતે જ ફોટો શેર કર્યો હતો.
આ પણ વાંચો- રાહુલ ગાંધી ખોટા છે, રાફેલ મુદ્દે માફી માંગેઃ અમિત શાહ












Click it and Unblock the Notifications
