For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિતેન્દ્ર સિંહ બની શકે છે જમ્મૂ-કાશ્મીરના પ્રથમ હિન્દુ CM

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જમ્મૂ-કાશ્મીર, 26 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અત્યાર સુધીના સૌથી સારા પ્રદર્શનમાં 25 સીટો જીત્યા બાદ સૂત્રોના હવાલેથી સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે કે નેશનલ કોન્ફ્રેંસની મદદથી ભાજપ જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવા જઇ રહી છે.

પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહને જમ્મૂ-કાશ્મીરમાં ધારસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે જેની સભવત: જાહેરાત શુક્રવારે કરવામાં આવી શકે છે. જો કે નેશનલ કોન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલાએ ગુરૂવારે રાત્રે ટ્વિટ કરી સરકાર બનાવવા માટે ભાજપ સાથે કોઇપણ પ્રકારની ડીલ હોવાની મનાઇ કરી દિધી છે.

જમ્મૂ કાશ્મીરમાં આગામી સરકાર ભાજપ અને નેશનલ કોન્ફ્રેંસના ગઠજોડથી જો બને છે તો જમ્મૂ કાશ્મીર રાજ્યને જિતેન્દ્ર સિંહના રૂપમાં પોતાના પ્રથમ હિન્દુ મુખ્યમંત્રી મળી શકે છે સૂત્રોનું કહેવું છે કે જિતેન્દ્ર સિંહનું નામ ફાઇનલ થઇ ગયું છે 58 વર્ષીય જિતેન્દ્ર સિંહ ડૉક્ટર છે અને તે ઉધમપુરથી ભાજપના સાંસદ છે.

jitendra-singh-600

અત્યારે જે સ્થિતિ અત્યારે સામે છે તે મુજબ ભારતીય જનતા પાર્ટી (ભાજપે) હિન્દુ મુખ્યમંત્રીની શરત મુકી છે, જેના લીધે તેના નેશનલ કોન્ફ્રેંસ (નેકાં) પાસે સમર્થનની વાત બની શકી નહી. બંને પાર્ટીઓના નેતૃત્વએ ગુરૂવારે પોતાની બેઠક થઇ હોવાની મનાઇ કરી દિધી છે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે જમ્મૂ તથા કાશ્મીરમાં સરકાર રચવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો બીજી તરફ મહાસચિવ રામ માધવે કહ્યું કે અહીં ભાજપની જ સરકાર બનશે અને તે ત્યાં વિભિન્ન વિકલ્પોની શોધમાં જ આવ્યા છે.

જિતેન્દ્ર સિંહ બની શકે છે જમ્મૂ કાશ્મીરના પ્રથમ હિન્દુ સીએમ
સૂત્રોના અનુસાર નેશનલ કોન્ફ્રેંસ ભાજપ નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ થવા માટે તૈયાર છે, પરંતુ શરત એટલી છે કે ભાજપને હિન્દુ મુખ્યમંત્રીની માંગ છોડવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દેશના આ સીમાંત ઉત્તરી રાજ્યમાં 'મિશન 44+'ની સાથે ચૂંટણીમાં ઉતરી હતી, પરંતુ સફળતા મેળવી શકી નહી. પાર્ટીને હિન્દુ પ્રભુત્વવાળા જમ્મૂ ક્ષેત્રમાં 24 અને મુસ્લિમ પ્રભુત્વવાળા કાશ્મીર ઘાટીમાં એક જ સીટ મળી.

English summary
Minister of state in PMO Jitendra Singh is being considered as the Bharatiya Janata Party's Chief Ministerial candidate for Jammu and Kashmir.The official confirmation to the news is likely to be announced by party on Friday when MLAs will meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X