જમ્મુ-કાશ્મીરઃ બડગામ અથડામણમાં એક આંતકી ઠાર
સુરક્ષા દળોને એક વિસ્તારમાં આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી. આંતકીઓને આવતની જાણ થતાં તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીર ના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળો ની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. 2-3 આતંકવાદીઓને પોલીસે ઘેરી લીધા હતા. જેમાંથી એક આતંકવાદી પોલીસ દ્વારા ઠાર મરાયો હતો.

ઉપલબ્ધ જાણકારી અનુસાર, સોમવારે રાત્રે આતંકવાદીઓ બે પોલીસવાળાને ઘરે ઘુસી ગયા હતા, જે પછી આ અથડામણ શરૂ થઇ હતી. શોપિયામાં પોલીસના ઘર પર ઓપન ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ નાસી છૂટ્યા હતા, જેમને જવાનોએ બડગામમાં ઘેરી લીધા હતા.
સુરક્ષા દળોને એક વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. આતંકવાદીઓને ઝડપી પાડવા માટે તેમણે કાર્યવાહી કરતાં તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓને આ અંગે જાણ થતાં તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આથી સુરક્ષા દળોદ્વારા પણ જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. થોડા-થોડા સમયાંતરે હજુ પણ ગોળીબાર ચાલુ છે. કેહવાઇ રહ્યું છે કે, આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા છે.












Click it and Unblock the Notifications
