સેનાએ એલઓસી પર ઘૂસણખોરીની મોટી કોશિશ નિષ્ફળ બનાવી
જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર સ્થિત માછેલ સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર સ્થિત માછેલ સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે મંગળવારે બપોરે અઢી વાગ્યે 5 થી 6 આતંકીઓ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને તરફથી ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ઇજાગ્રસ્ત જવાનને બહાર કાઢવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. સેનાએ કહ્યું છે કે આતંકીઓ ભારતીય સરહદની અંદર આશરે 500 મીટર અંદર પ્રવેશી ચૂક્યા હતા.

એલઓસી પર સેના હાઇએલર્ટ
જમ્મુ-કાશ્મીરમાંથી સોમવારે ધારા 370 હટાવ્યા બાદથી સેના એલઓસી પર હાઈએલર્ટ પર છે. અધિકારીઓ ઘ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન તરફથી કોઇપણ પ્રકાર ના દુઃસાહસનો જવાબ આપવા માટે ભારતીય જવાનો તૈયાર છે. સેનાના ટોચના કમાન્ડર રાજ્યની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. કેન્દ્રના નિર્ણય બાદ, અહીંની સ્થિતિ તંગ હોવાની સંભાવના છે અને સેના કોઈપણ સંજોગોને ધ્યાનમાં લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાન હવે કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. ખીણમાં હિંસા થઈ શકે છે, આઈઈડી બ્લાસ્ટ થઈ શકે છે અને આત્મઘાતી હુમલો થવાની સંભાવના નકારી શકાય નહીં. એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા અને તેની સામે ટક્કર લેવા માટે પુરી રીતે સક્ષમ છે.
આ પણ વાંચો: આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણો












Click it and Unblock the Notifications
