જમ્મુ કાશ્મીર: કુલગામ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, ત્રણ નાગરિકો ઘાયલ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓ ઘ્વારા કુલગામ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓ ઘ્વારા કુલગામ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ ઘ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડની ઝપટમાં આવવાને કારણે ત્યાંથી પસાર થઇ રહેલા ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

આતંકીઓના ગ્રેનેડ હુમલા પછી સુરક્ષા જવાનોએ મોરચો સાંભળતા જવાબી કાર્યવાહી કરી ત્યારે આતંકીઓ ભાગી નીકળ્યા. પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાબળો ઘ્વારા તલાશી અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે.
આ પહેલા પ્રજાસતાક દિવસે પણ આતંકીઓએ શ્રીનગરના કમોહમાં હુમલાની કોશિશ કરી હતી પરંતુ સુરક્ષાબળોએ તેને નિષ્ફળ બનાવતા બે આતંકીઓને ઠાર માર્યા. 26 જાન્યુઆરીએ સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શ્રીનગર જિલ્લાના કમોહમાં એન્કાઉન્ટર ચાલ્યું હતું.
આ પણ વાંચો: સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર
આ પહેલા સોમવારે બડગામમાં અને મંગળવારે શોપિયાંમાં એન્કાઉન્ટર ચાલ્યું હતું. બનેં જગ્યાઓ પર સુરક્ષાબળોએ ત્રણ-ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં રાજ્યના આઇપીએસ ઓફિસરનો ભાઈ પણ માર્યો ગયો હતો. ગણતંત્ર દિવસની તૈયારી વચ્ચે બડગામ, શોપિયાં અને બારામુલાના એન્કાઉન્ટરે સુરક્ષા એજન્સીઓની ઉંગ ઉડાવી દીધી છે.
આ પણ વાંચો: આર્મી ચીફ જનરલ રાવત ચીન સાથેના મિલિટરી સંબંધો પર બોલ્યા- અમે તો તેમને ભાંગડા કરાવી દીધા
સુરક્ષાબળો ઘ્વારા ઘાટીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જયારે રવિવારે પાકિસ્તાન સેના ઘ્વારા એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંગન કરવામાં આવ્યું. પાકિસ્તાન સેના એ રવિવારે જમ્મુ કાશ્મીરના રાજોરી અને કઠુઆ જિલ્લામાં ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં કોઈને પણ નુકશાન થયાની ખબર નથી.












Click it and Unblock the Notifications
