ગુજરાત ચૂંટણી માટે JDU 'બિહાર વિકાસ મોડેલ'નો પ્રચાર કરશે

ચૂંટણીના ઇન્ચાર્જ અને જેડીયુના મહામંત્રી કે સી ત્યાગીએ જણાવ્યું કે "ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કયા ઉમેદવારોને ઉભા રાખવા તે અંગેનો નિર્ણય પાર્ટી ટૂંક સમયમાં લેશે. ચૂંટણી પ્રચાર માટે જેડીયુના અગ્રણી નેતાઓ શરદ યાદવ, નીતિશ કુમાર રાજ્ય મંત્રીઓ, સાંસદો વગેરે પ્રચાર માટે આવશે. જેમાં તેઓ ગુજરાતના મતદારોને બિહારના વિકાસ મોડેલને અપનાવવા જણાવશે."
તેમણે વધુમાં જણાવ્યું કે "ગત ચૂંટણીની જેમ પાર્ટી 182 બેઠકોમાંથી 30 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવા ઇચ્છે છે. આ માટે પાર્ટીએ એનડીએના ઘટક પક્ષ ભાજપ સાથે કોઇ જોડાણ કર્યું નથી. ગત ચૂંટણીમાં જેડીયુ એક બેઠક પર વિજય મેળવવામાં સફળ રહી હતી. આ વખતમાં ગુજરાત જેડીયુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આરોપપત્ર તૈયાર કરીને ચૂંટણી પ્રચારમાં તેનો ઉપયોગ કરશે."












Click it and Unblock the Notifications
