ગડકરીની સામે જેઠમલાણી લડી શકે છે ચૂંટણી

જ્યારે જેઠમલાણીને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં તેમની ઉમેદવારીને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે હું હજી સુધી હૃદયથી આના માટે તૈયાર નથી... પરંતુ હું નિર્ણય કરું છું.. કે હું તેમને સાંકેતિક પડકાર આપી શકું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે નિતિન ગડકરી પર પૂર્તિ મામલામાં ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે ત્યારે મહેશ જેઠમલાણીએ તેમને ફરીથી અધ્યક્ષ બનાવવાનો વિરોધ નોંધાવ્યો હતો.
બીજેપીએ રવિવારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે અધિસૂચના જારી કરી હતી અને 23 જાન્યુઆરીના રોજ 10.00 થી 11.30 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, જ્યારે 11.30 વાગ્યા બાદથી ઉમેદવારી પત્રોની તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
જો એક કરતા વધારે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા થાય છે તો ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
