For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના 'અવાંછિત તત્વો'નો પર્દાફાશ કરીશ: રામ જેઠમલાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ram-jethmalani
નવી દિલ્હી, 29 મે: જાણીતા વકિલ અને રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ભાજપમાં અવાંછિત તત્વોનો પર્દાફાશ કરવાની આપી ધમકી આપી છે. તેમને કહ્યું હતું કે કાળા ધનની વિરૂદ્ધ તેમના અભિયાનના કારણે તેમને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી દૂર કરવામાં આવ્યાં છે.

આ સાથે જ રામ જેઠમલાણીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીમાં કોઇ દોષ જોવા મળ્યો નહી. નરેન્દ્ર મોદી પણ તે પાર્ટી સંસદીય બોર્ડનો ભાગ છે જેને શિસ્ત ભંગ કરવાના આરોપને લઇને છ વર્ષ માટે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

પોતાની વિરૂદ્ધ કાર્યવાહીને મૂર્ખતા ગણાવતાં 89 વર્ષીય વકિલ રામ જેઠમલાણીએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં કેટલાક એવા લોકો છે જે કાળા ધન વિશે બોલવા માંગે છે અને તેને ગુનેગારો પાસેથી મેળવવા માંગતા નથી.

રામ જેઠમલાણીએ કહ્યું હતું કે પાર્ટીમાં કેટલાંક અવાંછિત તત્વ છે, જે અંદરથી પાર્ટીને ધ્વસ્ત કરવા માંગે છે. તેઓ તે ભ્રષ્ટ શાસકો સાથે છે જેમને હું હટાવવા માંગું છું. મને દૂર કરવાનું કારણ પાર્ટીમાં તે અવાંછિત તત્વોની હાજરી છે. જ્યાં સુધી હું તેમનો પર્દાફાશ કરીશ નહી ત્યાં સુધી હું આરામ બેસીસ નહી. તેમને કહ્યું હતું કે 'મને એમાં કોઇ શંકા નથી કે કાળા ધનની વિરૂદ્ધ મેં જે અભિયાન ચલાવ્યું હતું તેનાથી તે શરમ અનુભવે છે.

આ પાર્ટીના નેતૃત્વએ કાળા ધનને પરત લાવવાને લઇને કોંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ મારી માંગણી અંગે મારું સમર્થન કરવાની મનાઇ કરી દિધી હતી. તેમને કહ્યું હતું કે ભાજપ આત્મઘાતી રસ્તા પર છે. તેમને કહ્યું હતું કે આ નેતાઓની મૂર્ખતામાં મારા વિશ્વાસની પુષ્ટિ થઇ છે. તે આ મૂર્ખતાપૂર્ણ કાર્યવાહીથી લાખો વોટ ગુમાવવા જઇ રહ્યાં છે.

English summary
Ram Jethmalani on Tuesday night threatened to "expose" the "undesirable elements" within BJP and suggested that his expulsion from the party's primary membership was done because of his campaign against black money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X