
Jharkhand Election Result 2019: આ ખાસ ચહેરાઓ પર ટકી છે સૌની નજર, કોણ પહેરશે તાજ
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સૌની નજર મતગણતરી પર ટકેલી છે. થોડી વારમાં જ ચૂંટણી પરિણામ સામે આવી જશે ચૂંટણી પરિણામનેલઈ ઝારખંડમાં આ સીટો પર સૌની નજર ટકેલી છે. રાજનૈતિક પાર્ટીઓએ પણ આ સીટો પર પૂરું જોર લગાવ્યું છે. જ્યાં મુખ્યમંત્રી રઘુવર દાસે પોતાની ખુરશી બચાવવી છે તો ત્યાં જ કોંગ્રેસ-જેએમએમે સત્તા હાંસલ કરવાની છે. વિધાનસભા ચૂંટણઈના પરિણામ પર આ સીટ અે આ ખાસ ખેલાડી મોટી અસર પાડનાર છે.

આ સીટ પર ટકી નજરઃ જમશેદપુર સીટ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામને લઈ સૌની નજર કેટલાક ખાસ ચહેરા અને કેટલીક ખાસ સીટ પર ટકેલી છે. આમાં જમશેદપુર પૂર્વી સીટ બહુ ખાસ છે, કેમ કે આ સીટથી મુખ્યમંત્રી રઘુવર દાસ ચૂંટણઈ લડ્યા છે. તેમના માટે જીત હાંસલ કરવી બહુ જરૂરી છે. જણાવી દઈએ કે રઘુવર દાસ 1995થી અહીં જીતતા આવી રહ્યા છે. જમશેદપુર સીટ પર તેમની વિરુદ્ધ તેમના પૂર્વ કેબિનેટ સહયોગી સરયૂ રાય મેદાનમાં છે.

દુમકા અને બરેટ વિધાનસભા સીટઃ હેમંત સોરેન
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019માં દુમકા અને બરેટ સીટ પણ ખાસ છે, કેમ કે અહીંતઈ ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે દુમકામાં તેઓ સમાજ કલ્યાણ મંત્રી લુઈસ મરાંડી વિરુદ્ધ મેદાનમાં છે. જણાવી દઈએ કે હેમંત સોરેન વિપક્ષના નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના દાવેદાર છે.

ધનવાર વિધાનસભા સીટઃ બાબૂલાલ મરાંડી
ઝારખંડના પહેલા મુખ્યમંત્રી અને ઝારખંડ વિકાસ મોર્ચાના અધ્યક્ષ બાબૂલાલ મરાંડી ધનવાર વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેમના માટે આ વખતે ચૂંટણી જીતવી બહુ જરૂરી છે, કેમ કે પાછલી વિધાનસભા ચૂંટણીમાં તેમને આ સીટ પર હાર મળી ચૂકી છે. આ વખતે તેમનો મુકાબલો ભાજપના લક્ષ્મણ પ્રસાદ સિંહ અને માલેના રાજકુમાર યાદવ સાથે છે.

સિલ્લી વિધાનસભા સીટઃ સુદેશ
આ સરકારમાં જેટલી નજર મુખ્યમંત્રી રઘુવર દાસની જીત પર ટકેલી છે તેટલી જ ખાસ સરકારમાં સામેલ જએજેએસયૂના અધ્યક્ષ સુદેશ મહતોની સીટ સિલ્લી વિધાનસભા સીટ પર છે. સુરેશ આ વખતે સિલ્લી સીટથી કિસ્મત અજમાવી રહ્યા છે. જો કે તેમની આ સુરક્ષિત સીટ રહી છે. આ સીટથી તેઓ જીતતા રહે છે, પરંતુ 2014ની વિધાનસભામાં ચોંકાવનારા પરિણામ આવ્યા અને તેમણે માત ખાવી પડી હતી. આ વખતે તેમની સામે જેએમએમની સીમા મહતો છે.

રાંચી સીટની સવાબદારી સીપી સિંહ પર
રાજધાની રાંચી સીટથી આ વખતે ભાજપના ઉમેદવાર અને રઘુર દાસ મંત્રિમંડળમાં સામેલ રહેલ સીપી સિંહ મેદાનમાં છે.આ સીટ ભાજપની સુરક્ષિત સીટ રહી છે અને સીપી સિંહ આ સીટથી સતત જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે તેમને જેએમએમની મહુઆ માંઝીથી આકરી ટક્કર મળી રહી છે.

ચક્રધારપુરથી લક્ષ્મણ ગિલુવા
ઝારખંડ ભાજપના અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચક્રધાર વિધાસભા સીટથી કિસ્મત અજમાવી રહ્યા છે. આ સીટથી ભાજપના પાર્ટી અધ્યક્ષ ખુદ મેદાનમાં છે, માટે પાર્ટીની સાખ દાવ પર છે. આ સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષઅમિત શાહે પણ જનસભાને સંબોધિત કરી. આ સીટથી ગિલુવાની સામે ઝામુમોના સુખરામ ઉરાંવ અને ઝાવિમોથી સામદ છે.
ઝારખંડઃ પરિણામ આવતા પહેલા જ રાંચીમાં લાગ્યા હેમંત સોરેન સરકારના પોસ્ટર