For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડ રિઝલ્ટઃ AAPએ 26 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા, NOTAથી ઓછા વોટ મળ્યા

ઝારખંડ રિઝલ્ટઃ AAPએ 26 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા, NOTAથી ઓછા વોટ મળ્યા

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બપોર સુધી નંબરોના આંકડા સ્પષ્ટ થઈ જશે. જો કે અત્યાર સુધના તમામ 81 મતદાન ક્ષેત્રો પર ચૂંટણી પંચના સત્તાવાર રુઝાનમાં કોંગ્રેસ+ (મહાગઠબંધન) બહુમતની તરફેણમાં જોવા મળી રહ્યા છે. ભાજપ 29 સીટ પર અને કોંગ્રેસ+ 40 સીટ પર આગળ ચાલી રહી ચે. જ્યારે અન્ય 11 સીટ પર આગળ છે. જણાવી દઈએ કે 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં ચૂંટણી થઈ હતી. અત્યાર સુધીના રુઝાન આમ આદમી પાર્ટી માટે સૌથી ખરાબ રહી છે. પાર્ટી NOTAથી પણ પાછળ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ઝારખંડમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીનો વોટશેર નોટાના વોટશેરથી પણ ઓછો છે.

આપ અને નોટાનો વોટશેર

આપ અને નોટાનો વોટશેર

ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટના આંકડા મુજબ સવારે 11.30 વાગ્યા સુધી આમ આદમી પાર્ટીનો વોટશેર 0.19 ટકા રહ્યો. જ્યારે નોટાનો વોટશેર 1.52 ટકા રહ્યો. એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કુલ વોટોમાંથી 3700 વોટ મળ્યા છે જ્યારે નોટામાં 29000 વોટ પડ્યા છે. જ્યારે ઓવૈસીની પાર્ટીને 15000થી વધુ વોટ મળ્યા છે. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ ઝારખંડની 26 વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી.

આ રાજ્યોમાં પણ નોટાથી ઓછો વોટશેર મળ્યો હતો

આ રાજ્યોમાં પણ નોટાથી ઓછો વોટશેર મળ્યો હતો

જણાવી દઈએ કે અગાઉ 2018માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ત્રીજી શક્તિ બનવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીની ત્યાં પણ કરારી હાર થઈ હતી. આમ આદમી પાર્ટીના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. આ રાજ્યોમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીનો વોટશેર નોટાથી ઓછો આવ્યો હતો. છત્તીસગઢ અને એમપીમાં આપને મળેલ વોટશેર નોટાને મળેલ વોટશેરના અડધાથી પણ ઓછો હતો. રાજસ્થાન, જ્યાં પાર્ટીએ તમામ 200 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા, ત્યાં પણ નોટામાં પડેલા વોટ પાર્ટીને મળેલા વોટથી ત્રણ ગણા વધુ હતા.

ઝારખંડમાં પૂરા દમથી ઉતરી હતી રાજનૈતિક પાર્ટીઓ

ઝારખંડમાં પૂરા દમથી ઉતરી હતી રાજનૈતિક પાર્ટીઓ

ઝારખંડમાં કેટલીય નાના મોટા પક્ષો ચૂંટણી લડે છે. પરંતુ રાષ્ટ્રીય સ્તર પર ઓળખવાળી પાર્ટીઓમાં આ વખતે બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતા દળ યૂનાઈટેડ, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત સીપીઆઈ, સીપીએમ, ભાકપા માલે, માસસ અને ફોરવોર્ડ બ્લૉક જેવી વામ પાર્ટીઓ પણ પૂરા દમથી મેદાનમાં ઉતરી હતી. જો કે આમાંથી એકેય પાર્ટીનું પ્રદર્શન સંતોષજનક નથી રહ્યું.

તસવીરોમાં જુઓ ઉમિયાધામનો લક્ષચંડી મહાયજ્ઞ, 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતાતસવીરોમાં જુઓ ઉમિયાધામનો લક્ષચંડી મહાયજ્ઞ, 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા

English summary
Jharkhand result: AAP got lesser votes than NOTA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X