For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ

#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસની બીજી લહેરને કારણે ભારત ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેણે દરેક ક્ષેત્રના લોકોને પ્રભાવિત કર્યા છે. આ મહામારીના સમય દરમિયાન ઘણા સારા લોકો શક્ય હોય તે રીતે મદદ કરવા માટે આગળ આવ્યા છે. કોવિડ 19 સંબંધિત માહિતીમાં વધારો કરવાથી લઈ જીવલેણ વાયરસ સામેની દેશની લડાઈ માટે ભંડોળ પણ દાન આપી રહ્યા છે, મદદરૂપ થવા માટે દરેક લોકો પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા છે. આપણા નાગરિકોને મદદરૂપ થવા માટે શોર્ટ વીડિયો એપ Josh પણ મદદ માટે આગળ આવ્યું છે અને 'બ્લૂ રિબન પહેલ' નામે જાગરૂકતા અભિયાન - #IAmABlueWarrior' (18 જૂન 2021 સુધી) ચાલુ કર્યું છે.

coronavirus

કોરોના મહામારીને કારણે અસરગ્રસ્ત થયેલા લોકો, જેમાં ખાસ કરીને ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોરોના વોરિયર્સનો સમાવેશ કરવામાં આવ્યા છે, જેમના માટે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે Josh Appએ આ પહેલ શરૂ કરી છે. આ અભિયાનને સમર્થન આપવા માટે શોર્ટ વીડિયો એપ જોશ પોતાના વિશાળ સર્જક સમુદાયને લાભ આપશે. પોતાની આ નવી પહેલ દ્વારા જોશ એપ્લિકેશન PM CARESમાં ફાળો આપશે.

આપણે જોયું છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પ્રભાવશાળી લોકોએ યોગ્ય મેસેજ શેર કરીને કોવિડ 19 સામેની લડાઈમાં મહત્વનો ભાગ ભજવ્યો. ઈન્ફ્લુએન્સરની તાકાતને ધ્યાનમાં રાખી જોશ એપ પાસે બ્લૂ રિબન અભિયાનને પ્રોત્સાહન આપી શકે તેવા ઘણા ઈન્ફ્લુએન્સર છે.

પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર અને સિંગર ક્લિંટન સેરેજો પણ 'બ્લુ રિબન' પહેલ સાથે વિશેષ રૂપે સંકળાયેલા છે. સેરેજો, જે લોકપ્રિય કોક સ્ટુડિયો ગીત 'મદારી' અને અન્ય ઘણી રચનાઓ માટે જાણીતા છે, તેઓ આ વિકટ સમયમાં આશાના કિરણો પાથરવા માટે જોશ એપ પર વિશેષ જાગરુકતાના વીડિયો શેર કરશે..

બધા જ જોશ એપ યૂઝર ઉપરાંત તમે પણ તમારા ફેવરિટ ઈન્ફ્લુએન્સરની જેમ આ માનવતાવાદી હેતુ માટે તમારી કુશળતાની મદદથી ભાગ ભજવી શકો છો. જોશ એપના કેમ્પેન #IAmABlueWarrior માં કેવી રીતે ભાગ લેવો જાણવા માટે ઉત્સુક છો?

જોશ એપના યૂઝર અહીં આપેલ 8 પેટા-થીમ્સ પર વીડિયો બનાવીને બ્લૂ રિબન પહેલમાં ભાગ લઈ શકો છો

1. બે માસ્ક પહેરવું જરૂરી
2. વેક્સીન જાગરુકતા
3. કોવિડ 19ના તથ્યો
4. સામાજિક દૂરી
5. સેનિટાઈઝેશનનું મહત્વ
6. COVID-19 સ્વચ્છતા
7. ઘરે રહો, સુરક્ષિત રહો
8. ઓક્સિજન જાગૃતિ

વીડિયોમાં #IAmABlueWarrior હેશટેગ વાપરવું

આ હેશટેગનો ઉપયોગ કરીને બનાવેલી વિડિઓઝ દાન કરવાની રકમની ગણતરી કરવામાં જોશ એપ્લિકેશનને મદદ કરશે.

વિશેષ ચિત્ર પ્રદર્શન

ચેલેન્જના ભાગ રૂપે કન્ટેન્ટ ક્રિએટરને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલની ડીપીને કેમ્પેન લોગો સાથે બદલવાની વિનંતી કરવામાં આવશે.

આ અઘરા સમયમાં ભારતીય નાગરિકોની મદદ તમારા મિત્રોને પ્રોત્સાહન આપવા માટે જોશ એપ સાથે જોડાવવાનો સમય આવી ગયો છે. શું તમે બ્લૂ વોરિયર બનવા માટે તૈયાર છો?

જોશ એપ પર #IAmABlueWarrior વીડિયો જુઓ

English summary
Josh App Launched campaign IAmBlueWarrior to help corona warriors and frontline workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X