For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુરલી મનોહર જોશીએ મુલાયમને પૂછ્યું : ત્રીજા મોરચામાં કોણ હશે?

|
Google Oneindia Gujarati News

murali-manohar-joshi
વારાણસી, 30 માર્ચ : લોકસભા ચૂંટણી 2014 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો વધી રહ્યો છે. અનેક પક્ષોના ગઠબંધન બદલાવાના અણસાર મળી રહ્યા છે. તેમાં એનડીએ અને યુપીએ બાદ નવો ત્રીજો મોરચો રચવામાં આવશે એવી વાત ચાલી છે. આ બાબતે હવે મુલાયમ સિંહ યાદવે ત્રીજા મોરચાની વાત છેડી છે. આ બાબતમાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ સમયનો ફાયદો ઉઠાવીને મજાક કરવાનું છોડ્યું નથી.

ભાજપના સાંસદ અને લોક લેખા સમિતી (પીએસી)ના અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ મુલાયમ સિંહને પ્રશ્ન પૂછી લીધો છે કે ત્રીજા મોરચાની વાત કરનારા મુલાયમ એ જણાવે કે તેમાં કયા કાય ઘટક પક્ષો સામેલ થવાના છે. તેમનો કાર્યક્રમ શું હશે.

વારાણસીમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં કેન્દ્રીય તપાસ બ્યુરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની જરૂર છે. અમે માંગણી કરીએ છીએ કે તપાસ બ્યુરો પરથી સરકારી નિયંત્રણ દૂર કરવામાં આવે. આ સાથે તેમણે ત્રીજા મોરચાની વાત પણ ખોલી હતી. તેમણે જણાવ્યું કે "મુલાયમસિંહ વારંવાર ત્રીજા મોરચાની વાત કહી રહ્યા છે. પણ સાથે તેઓ એમ પણ જણાવે કે તેમના ત્રીજા મોરચાના ઘટક પક્ષો કયા હશે? ત્રીજા મોરચાનો કારભાર કોણ સંભાળશે તે અંગે તેઓ મૌન કેમ છે. આમ તો ત્રીજા મોરચાની અવધારણા અવસરવાદી રાજકારણ છે. આવા ગઠબંધનથી દેશની સમસ્યાઓને ઉકેલ આવવાનો નથી."

તેમણે આગળ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પાછલા 9 વર્ષમાં દેશની સ્થિતિ વધારે ખરાબ કરી છે. કારણ કે યુપીએ પાસે કોઇ સર્વસંમત કાર્યક્રમ નથી. આ કારણે જ કેન્દ્ર સરકાર અનેક પ્રકારના દબાણમાં છે તેના કારણે તે તણાવ અનુભવી રહી છે.

જોશીએ એમ પણ કહ્યું કે તકવાદી યુતિઓ દ્વારા ચલાવવામાં આવતા સત્તા પ્રાપ્તિના તિકડમથી દેશની વર્તમાન સમસ્યાઓનો કોઇ ઉકેલ આવશે નહીં. આ કારણે દેશમાં ત્રીજો મોરચો બનવાની સંભાવના નહીંવત છે.

English summary
Joshi asks Mulayam who will be in third front.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X