લગ્નના કાર્ડ પર પીએમ મોદીની ફોટો, જાણો કારણ
હંમેશા લોકો પોતાના લગ્નના કાર્ડને ખાસ બનાવવાની કોશિશ કરે છે. લગ્નના કાર્ડ પર ઘણા પ્રકારના સંદેશ લખવામાં આવે છે.
હંમેશા લોકો પોતાના લગ્નના કાર્ડને ખાસ બનાવવાની કોશિશ કરે છે. લગ્નના કાર્ડ પર ઘણા પ્રકારના સંદેશ લખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ અલગ અલગ પ્રકારની ડિઝાઇનમાં લગ્નના કાર્ડ બનાવવામાં આવે છે. પરંતુ કર્ણાટકના એક કપલે અલગ જ રસ્તો અપનાવ્યો, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ કપલે પોતાના લગ્નના કાર્ડને ખાસ બનાવવા માટે પીએમ મોદીની ફોટોનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: ચૂંટણી કેમ્પેઇનમાં પીએમ મોદી ઉપરાઉપરી 25 જનસભાઓ કરી શકે છે

મોદી સરકારની ઉપલબ્ધીઓ ગણાવી
બેંગ્લોરમાં કપલના લગ્નના કાર્ડ પર પીએમ મોદીની ફોટો સાથે સાથે મોદી સરકારની ઉપલબ્ધીઓ પણ ગણાવવામાં આવી છે. આ કપલે પોતાના લગ્નના કાર્ડને ખાસ બનાવવા માટે ભાજપ અને પીએમ મોદીની ફોટોનો સહારો લેવાની સાથે સાથે પીએમ મોદીના કામના જોરદાર વખાણ પણ કર્યા છે.

તમે પીએમ મોદી માટે વોટ કરો, તે અમારું ગિફ્ટ
લગ્ન કાર્ડ પર લખ્યું છે કે તમે પીએમ મોદી માટે વોટ કરો, તે અમારું ગિફ્ટ છે. આ કપલનું લગ્નનું કાર્ડ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ઘણા લોકો તેને શેર પણ કરી રહ્યા છે. દુલ્હા પ્રવીણ સોમેશ્વરે તેને ખુબ જ ખાસ ડિઝાઇનમાં બનાવ્યું છે.

31 ડિસેમ્બરે લગ્ન થવાના છે
કુવૈતમાં કામ કરી રહેલા દુલ્હા પ્રવીણ સોમેશ્વર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીના કામ અને વખાણ માટે તેના તરફથી કરવામાં આવેલી એક નાનકડી કોશિશ છે. લગ્નના કાર્ડને કારણે કર્ણાટકનું કપલ ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. બેંગ્લોરમાં આ કપલના લગ્ન 31 ડિસેમ્બરે થવા જઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
