For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક પોલીસે જાહેર કરી ચેતવણી, કેટલાય રાજ્યોને ટાર્ગેટ બનાવી શકે આતંકીઓ

કર્ણાટક પોલીસે જાહેર કરી ચેતવણી, કેટલાય રાજ્યોને ટાર્ગેટ બનાવી શકે આતંકીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકના ડીજી-આઈજીપીએ સાત રાજ્યોમાં આતંકી હુમલો થવાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાત રાજ્યોમાં ગોવા, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને પોંડિચેરી સામેલ છે. જેને પગલે ડીજીપીએ જે-તે રાજ્યોની પોલીસને એક પત્ર લખ્યો છે જેમાં આતી હુમલાની સંભાવના જતાવી છે. જણાવી દઈએ કે ડીજી-આઈજીપીએ પત્રમાં કહ્યું કે તેમને એક માણસનો ફોન કોલ આવ્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગોવા અને પોંડીચેરીમાં આતંકી હુમલા થશે.

terror attack

ડીજીપીએ બાકી રાજ્યોની પોલીસને પત્ર લખી સચેત કરી દીધા કે આ હુમલા ટ્રેનોને નિશાન બનાવીને કરવામાં આવી શકે છે. આ પત્રમાં મતિલનાડુના રામનાથપુરમમાં 19 આતંકવાદીઓની હાજરી વિશે પણ જણાવવામાં આવ્યું છે. ડીજીપીના પત્ર મુજબ સ્વામી સુંદર મૂર્તિ નામના લૉરી ચાલક હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ બેંગ્લોર પોલીસ નિયંત્રણ કક્ષમાં ફોન કરી આતંકી હુમલાની ખબર આપી હતી.

તેમણે દાવો કર્યો છે કે પોંડીચેરીની સાથોસાથ સાત રાજ્યોમાં ગાડિઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે 19 આતંકવાદી તમિલનાડુના રામનાથપુરમાં ઘૂસી ચૂક્યા છે. કર્ણાટક ડીજીપીનો પત્ર મળ્યા બાદ રાજ્યોની પોલીસ હરકતમાં આવી ગઈ છે. તમિલનાડુ સરકારના પ્રધાન સચિવે પોલીસને જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ બેંગ્લોર પોલીસ હુમલાની સૂચના આપનાર લોરી ડ્રાઈવરનું લોકેશન ટ્રેક કરવાની કોશિશમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો- ઈસ્ટર બ્લાસ્ટ બાદ ફરી એકવાર કંપકપાવી ઉઠ્યું શ્રીલંકા, અન્ય ત્રણ વિસ્ફોટ થયા

English summary
Karnataka DG-IGP writes to seven states, planning major terror attack on trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X