For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણી : આજે પ્રચાર પડઘમ શાંત, રવિવારે મતદાન

|
Google Oneindia Gujarati News

karnataka-map
બેંગલોર, 3 મે : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 2013 માટેના ચૂંટણી પ્રચારનો આજે સાંજે અંત આવી જશે. રવિવારે પાંચમી મે ના દિવસે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. વિધાનસભાની ચૂંટણીને લઈને કર્ણાટકમાં તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારી કરી ચૂકયા છે. કર્ણાટકની ચૂંટણીમાં પણ આ વખતે સોશીયલ મીડિયાની પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તીવ્ર પ્રહારો કર્યા હતા. કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો છે. કુલ ઉમેદવારોની સંખ્‍યા 3692 છે. ચૂંટણી પ્રચારનો અંત આવી ગયા બાદ હવે જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના સંબંધિત વિસ્‍તારોમાં જઈને અંગત રીતે મતદારોને મળી શકે છે. કોંગ્રેસે તમામ 224 બેઠકો પર તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્‍યારે ભાજપે 223 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અપક્ષ ઉમેદવારોની સંખ્‍યા 1892 છે. કુલ મતદારોની સંખ્‍યા 43,61,14,195 જેટલી નોંધાઈ છે.

કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે પરંતુ ભાજપમાં આંતરીક ખેંચતાણના કારણે તેની હાલત કફોડી બનેલી છે. શાસન વિરોધી પરિબળ જવાબદાર દેખાઈ રહ્યુ છે. આવનાર દિવસોમાં ચિત્ર વધુ સ્‍પષ્‍ટ થશે. અપક્ષ ઉમેદવારની સંખ્‍યા ઓછી નથી.

તમામ રાજકીય પક્ષોએ પોત પોતાની વ્‍યુહરચના મુજબ પ્રચાર કરી ચૂકયા છે. કર્ણાટકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્‍ઠાનો વિષય છે. કોંગ્રેસે એક બાજુ ચૂંટણી પ્રચારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વડાપ્રધાન સહિતના તમામને મેદાનમાં ઉતાર્યા હતા, જ્‍યારે ભાજપે સુષ્‍મા સ્‍વરાજ, નરેન્‍દ્ર મોદી સહિતના સ્‍ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા.

કર્ણાટકનું ચૂંટણી ચિત્ર

કર્ણાટકમાં વિધાનસભાની બેઠક - 224

કુલ ઉમેદવાર ચૂંટણી લડશે - 3692

ઉમેદવારોના પત્ર રદ થયા - 253

કોંગ્રેસના ઉમેદવાર - 224

ભાજપના ઉમેદવાર - 223

જેડીએસના ઉમેદવાર - 222

બસપાના ઉમેદવાર - 180

એનસીપીના ઉમેદવાર - 30

સીપીએમના ઉમેદવાર - 17

સીપીઆઈના ઉમેદવાર - 9

અપક્ષ ઉમેદવાર - 1892

કુલ મતદારો - 43,61,14,195

ચૂંટણીની તારીખ - 5 મે

English summary
Karnataka election : election campaign stop today, voting on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X