For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલની નવી પાર્ટીની જાહેરાત

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવીદિલ્હી, 24 નવેમ્બર:નવીદિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજીને સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલ દ્વારા પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી સામાન્ય લોકોની અને સામાન્ય લોકો માટે બનેલી પાર્ટી હોવાનું કહી પાર્ટીનું નામ 'આમ આદમી પાર્ટી ' હોવાનું જણાવ્યું છે. પાર્ટી અંગે એલાન કરતા તેમણે કેન્દ્ર સરકાર અને અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દિલ્હી ખાતે 26 નવેમ્બરના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામેલ થનાર તમામ લોકો ફાઉન્ડર મેમ્બર ગણાશે. જે નામો વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે. પરિવારવાદથી દૂર રહેવા માટે એક નિર્ણય કર્યો છે, જે અનુસાર એક પરિવારમાંથી એક જ સભ્યને પંસદ કરવામાં આવશે.

જનલોકપાલની માંગથી પોતાના આંદોલનની શરૂઆત કરનારી ટીમ કેજરીવાલની પાર્ટીમાં આંતરિક લોકપાલ પણ હશે. આ લોકપાલ પાર્ટીના કોઇપણ સભ્ય વિરુદ્ધ ફરિયાદની તપાસ કરી શકે છે. આ લોકપાલથી આમ આદમી પણ કરી શકે છે પાર્ટીના સભ્યોની ફરિયાદ. આરોપ સાબિત થતાં એ સભ્યને પાર્ટીમાંથી કાઢવાનો પણ અધિકાર લોકપાલમાં છે.

કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ પોતાનો ઢાંચો રાજધાનીથી ગામ સુધી ફેલાવ્યો છે. દિલ્હીમાં એક સેન્ટ્રલ કમિટી હશે જેમાં રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણી હશે. જેનો એક રાષ્ટ્રીય કોઓર્ડિનેટર હશે. આ રીતે રાજ્યોમાં સ્ટેટ કમિટિની પરિષદ અને કાર્યકારિણી હશે જેનો પણ એક સ્ટેટ કોઓર્ડિનેટર હશે. આ ઢાંચો આવી જ રીતે જિલ્લા અને ગામડા સુધી જશે. જિલ્લા પરિષદનું ખાતુ દરેક બ્લોક કમિટિમાંથી પસંદ થયેલા બે-બે કોઓર્ડિનેટથી તૈયાર થશે. આ રીતે બ્લોક પરિષદ પણ ગ્રામ કમિટિથી આવેલા બે-બે કોઓર્ડિનેટરની મદદથી તૈયાર થશે, પરિષદમાં તમામ આમ અને ખાસ સભ્ય હશે. પરંતુ કાર્યકારિણીમાં કેટલાક પસંદ કરાયેલા લોકો હશે જે મહત્વના નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે, સરકારે અને તમામ પાર્ટીઓએ લોકો સાથે દગો કર્યો છે. દોઢ વર્ષ સુધી અમે લડત ચલાવી પરંતુ આ પડકારો માટે રાજકારણમાં આવવું પડશે.

English summary
activest turn politics arvind kejriwal today anounce political party and its name.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X