For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિઝનેસને વિકસવાની તક આપે કેજરીવાલ: નારાયણ મૂર્તિ

|
Google Oneindia Gujarati News

narayan murthy
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ઇન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રશંસાની સાથે તેમણે સલાહ પણ આપી છે કે તેઓ બિઝનેસમાં પોતાની સમજ વિકસાવે. જેનાથી દિલ્હીમાં વ્યવસાયના નવા રસ્તાઓ ખુલી શકે. અત્રે નોંધનીય છે કે દિલ્હી સરકાર અને વીજળી કંપનીઓમાં તકરાર ચાલી રહી છે. કેજરીવાલે વીજળી કંપનીઓનું ઓડિટ કરવાની વાત કહી હતી, જ્યારે આની પર પ્રાઇવેટ કંપનીઓએ તેમના આદેશને માનવાનો ઇનકાર કરી દીધો છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં એફડીઆઇ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

નારાયણ મૂર્તિનું કહેવું છે કે આ સમયે ઉદ્યોગોને સરકાર દ્વારા સમર્થન આપવાની જરૂરીયાત છે, અમે એટલું સારું નથી કરી રહ્યા જેટલું થવું જોઇએ. છેલ્લી ત્રિમાસીથી ડિસેમ્બર સુધી અમે પોતાના લક્ષ્યને પામી શક્યા નથી, કમનસીબે દરેક કંપની સાથે આવું થઇ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે શહેરી ભારત અને ભારતની અર્થવ્યવસ્થાને લઇને લોકોમાં એક ભ્રમ વ્યાપી ગયો છે, જેને સમજવાની જરૂરીયાત છે. નારાયણમૂર્તિ અનુસાર કેજરીવાલે શાનદાર રીતે કામ કર્યું છે, જેનાથી ખૂબ જ પરિવર્તન આવ્યું છે પરંતુ બિઝનેસને પણ વિકસવાની તક આપવી જોઇએ.

પ્રાઇવેટ કંપનીઓ પ્રત્યે ઉઠાવવામાં આવેલા કેજરીવાલના પગલાને યોગ્ય નથી માનવામાં આવી રહ્યા, કહેવામાં આવે છે દેશની નબળી થઇ રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સારી નીતિઓના નિર્માણની જરૂરીયાત છે, જ્યારે કેજરીવાલનું બિઝનેસ ક્ષેત્રો પ્રત્યેનું કડક વલણ ખતરનાખ સાબિત થઇ શકે છે.

English summary
N R Narayana Murthy suggested that Arvind Kejriwal should show his business sense.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X