CAGને સરકારી એજન્ટ બનાવવાનું ષડયંત્રઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે સીધો સરકારની મંશા પર પ્રશ્નો ખડા કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારે આ સંસ્થા પર હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં, સરકાર કેગને સરકારી એજન્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસના આ મામલે કોઇપણ ટિપ્પણી આપી રહી નથી.
આ મામલે સરકાર પર બે તરફથી હુમલો થઇ રહ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે કેન્દ્ર સરકારને આ મુદ્દે આડા હાથે લીધી છે. ભાજપ નેતા વૈકંયા નાયડૂએ કહ્યું કે, યૂપીએ કેગ જેવી સંવૈધાનિક સંસ્થાને નબળી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી વી. નારાયણસામીએ એક ઇન્ટરવ્યુમાં પીટીઆઇને જણાવ્યું હતું કે કેગને વધુ સભ્યોની સંસ્થા બનાવવા અંગે સરકાર વિચાર કરી રહી છે. જો કે, બાદમાં સામી પોતાના નિવેદન પરથી પલટી ગયા હતા, બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઇ પોતાના સમાચાર પર કાયમ છે.












Click it and Unblock the Notifications
