For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ પુરમાં વાયુસેનાની મદદ લેવામાં આવી, 102 કરોડનું બિલ મોકલ્યું

કેન્દ્ર સરકારે ગયા વર્ષે કેરળમાં આવેલા પુરમાં રાહત કામ માટે ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલીકૉપટરો ઉપયોગ કરવા માટે કેરળ સરકારને 102 કરોડ રૂપિયાનું બિલ મોકલી આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે ગયા વર્ષે કેરળમાં આવેલા પુરમાં રાહત કામ માટે ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલીકૉપટરો ઉપયોગ કરવા માટે કેરળ સરકારને 102 કરોડ રૂપિયાનું બિલ મોકલી આપ્યું છે. સોમવારે રાજ્યસભામાં તેની જાણકારી આપવામાં આવી. ગયા વર્ષે કેરળમાં પુરે ભારે તબાહી મચાવી હતી. તે સમયે ભારતીય વાયુસેનાએ વિમાનો અને હેલીકૉપટરો ઘ્વારા પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને ખાદ્યસામગ્રી પહોંચાડવાનું કામ કર્યું હતું.

Kerala Flood

ઉપલા ગૃહમાં પ્રશ્નનો લેખિત જવાબમાં રાજ્ય પ્રધાન સુભાષ ભામરે ઘ્વારા જણાવ્યું હતું કે કેરળના પૂર દરમિયાન 3787 લોકોને એરલિફ્ટ કરાવ્યા હતા, એરફોર્સ વિમાનો 517 ફ્લાઇટ્સ, 1,350 ટન માલ વહન વિમાનો ઉડાન ભરી જ્યારે હેલિકોપ્ટરોએ 634 ફ્લાઇટ્સ ભરી. 584 લોકો હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 247 ટન માલ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા હતા.

આ પણ વાંચો: year end 2018: કેરળ પૂરથી લઈ દિલ્લી પ્રદૂષણ સુધી, આ કુદરતી આફતોમાં ઘેરાયેલો રહ્યો દેશ

કેરળમાં પૂર પીડિતોની રાહત માટે ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલીકૉપટરના ઉપયોગ માટે લગભગ 102 કરોડ રૂપિયાનું બિલ કેરળ સરકારને મોકલવામાં આવ્યું છે. રાજ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સેના અને નૌસેના પણ કેરળમાં પૂર રાહતમાં થયેલા ખર્ચનો હિસાબ તૈયાર કરી રહી છે, જે કેરળ સરકારને મોકલવામાં આવશે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કેરળમાં પુરે ભારે તબાહી મચાવી હતી.

આ પણ વાંચો: કેન્સર પીડિત વૃદ્ધે મિસાલ કાયમ કરી, કેરળના પૂરગ્રસ્તોને આપી આર્થિક સહાય

કેરળમાં આવેલા વિનાશકારી પુરે સેંકડો લોકોનો જીવ લઇ લીધો જયારે હજારોની સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા. 10 લાખ કરતા પણ વધારે લોકોને રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. તે સમયે આર્મી, નેવી અને એરફોર્સે મોરચો સાંભળ્યો અને હજારો લોકોનો જીવ બચાવ્યો હતો.

English summary
Kerala Government gets 102 Crores Bill For Using Air Force aircraft during Flood Rescue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X