For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

year end 2018: કેરળ પૂરથી લઈ દિલ્લી પ્રદૂષણ સુધી, આ કુદરતી આફતોમાં ઘેરાયેલો રહ્યો દેશ

વર્ષ 2018માં ભારતમાં એવી ઘણી કુદરતી આફતોએ કહેર વરસાવ્યો જેમાં સેંકડો લોકોના જીવ જતા રહ્યા અને હજારો લોકોને બેઘર થવુ પડ્યુ.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018માં ભારતમાં એવી ઘણી કુદરતી આફતોએ કહેર વરસાવ્યો જેમાં સેંકડો લોકોના જીવ જતા રહ્યા અને હજારો લોકોને બેઘર થવુ પડ્યુ. સરકારી આંકડા મુજબ વર્ષ 2018માં દેશના અલગ અલગ ભાગોમાં આવેલા ચક્રવાતી તોફાન, પ્રદૂષણ, પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ જેવી પ્રાકૃતિક જેવી કુદરતી આફતોના કારણમે 1740 લોકોના મોત નીપજ્યા છે. આ કુદરતી આફતોમાં હજારો લોકો બેઘર થી ગયા જ્યારે ઘણાના જીવન વિનાશ પામ્યા. આજે અમે તમને વર્ષ 2018માં આવેલી કુદરતી આફતો વિશે બતાવીશુ જેના કારણે સામાન્ય લોકોના જીવન પ્રભાવિત થયા અને લોકોને ઘણુ નુકશાન પણ સહન કરવુ પડ્યુ.

આ પણ વાંચોઃ અલવિદા 2018: તાકાતવાન થયો ભારતીય પાસપોર્ટ, જાણો ભારતની બીજી મોટી સિદ્ધિઓઆ પણ વાંચોઃ અલવિદા 2018: તાકાતવાન થયો ભારતીય પાસપોર્ટ, જાણો ભારતની બીજી મોટી સિદ્ધિઓ

પૂર અને ભૂસ્ખલને લીધા 477 લોકોના જીવ

પૂર અને ભૂસ્ખલને લીધા 477 લોકોના જીવ

અમારી આ યાદીમાં સૌથી પહેલા નામ કેરળનું છે જ્યાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન અતિ વરસાદના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. છેલ્લા અમુક દશકોમાં રાજ્યમાં પહેલા આવી સ્થિતિ ક્યારેય જોવા મળી નથી. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થાય અને હવામાન સાફ થઈ જતુ હતુ પરંતુ આ વખતે રાજ્યના 80 ટકા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ. આ કુદરતી આફતના કારણે રાજ્યમાં સરકારી આંકડા મુજબ 477 લોકોના મોત નીપજ્યા જ્યારે 2,80, 679 લોકોને વિસ્થાપિત થવુ પડ્યુ હતુ. કેરળની આ કુદરતી આફતને વર્ષની સૌથી મોચી કુદરતી આફત કહેવામાં આવી. જો કે હવે સ્થિતિ ધીમે ધીમે પાટા પર આવી રહી છે પરંતુ રાજ્યના લોકોને મુશ્કેલી સહન કરવી પડી તેવુ તેમની સાથે ક્યારેય નથી થયુ. વરસાદ એટલો વધુ હતો કે રાજ્યના ઈતિહાસમાં પહેલી વાર 42માંથી 35 બંધોના ફાટક ખોલી દેવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે પહેલી વાર ઈદુક્કી બંધના બધા પાંચ ગેટ ખોલવા પડ્યા હતા.

ચક્રવાતી તોફાન તિતલીએ કહેર વરસાવ્યો

ચક્રવાતી તોફાન તિતલીએ કહેર વરસાવ્યો

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ચક્રવાતી તોફાન તિતલીની માર પણ અમુક રાજ્યોએ સહન કરવી પડી. ચક્રવાતી તોફાન તિતલીએ 11 ઓક્ટોબરે ઓડિશા અને આંધ્ર પ્રદેશને ટચ કર્યુ. બંગાળની ખાડી પર બનેલા દબાણના કારણે તોફાન તિતલીએ ખૂબ ખતરનાક રૂપ લઈ લીધુ હતુ. ચક્રવાતી તોફાન તિતલી ઓડિશાના ગોપાલપુર તટથી ટકરાઈ હતી જેની ઝડપ 126 કિમી પ્રતિ કલાકથી પણ વધુ હતુ. આ તોફાનમાં 12 લોકોના મોત થયા. સંપત્તિને પણ ઘણુ નુકશાન થયુ. એટલુ જ નહિ આ તોફાનના કારણે હજારો વૃક્ષોને પણ નુકશાન થયુ કે જે ઝડપી હવાને કારણે ઉખડીને પડી ગયા.

તમિલનાડુમાં ગાજાનો કહેર

તમિલનાડુમાં ગાજાનો કહેર

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવેલા ચક્રવાતી તોફાન ગાજાએ પણ તમિલનાડુમાં ખૂબ કહેર વરસાવ્યો. આ ચક્રવાતી તોફાનાં 45થી વધુ લોકોના મોત થયા. આ દરમિયાન મોટાપાયે બરબાદી પણ થઈ છે. રાજ્યમાં 30 હજારથી વધુ વિજળીના થાંભલા અને એક લાખથ વધુ વૃક્ષો પણ ઉખડી ગયા. તોફાનના અંદેશાને જોતા તમિલનાડુ સરકારે 82 હજાર લોકોને 471 રાહત કેન્દ્રોમાં સુરક્ષિત પહોંચાડી દીધા હતા. તેમછતાં ચક્રવાત સંબંધી ઘટનાઓમાં 20 પુરુષો, 11 મહિલાઓ અને 2 બાળકોના મોત થઈ ગયા.

ફેથાઈએ વરસાવ્યો કહેર

ફેથાઈએ વરસાવ્યો કહેર

વર્ષના અંતમાં 15 ડિસેમ્બરે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફેથાઈ ચક્રવાતની માર ઝેલવી પડી. ઉષ્ણકટિબંધીય ચક્રવાત PHETHAIએ બંગાળની દક્ષિણી ખાડીથી બનેલા આ તોફાનમાં હવાની સ્પીડ 83 કિલોમીટર પ્રતિ કલાક હતી. બંગાળની ખાડીમાંથી ઉઠેલુ આ તોફાન 17 ડિસેમ્બરે પૂર્વી આંધ્ર પ્રદેશના કટરેનિકોના શહેર પહોંચ્યુ. તોફાનના કારણે ત્યાં ભૂસ્ખલનની ઘટના પણ જોવા મળી. ભૂસ્ખલનના કારણે પૂર્વી ગોદાવરી જિલ્લામાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ. આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ હતુ કે પૂર્વી ગોદાવરી જિલ્લામાં 17 મંડલ તોફાનથી પ્રભાવિત થયા છે. આ મંડલોમાં 5,602 ખેડૂતો પ્રભાવિત થઈ ચૂક્યા છે. જિલ્લામં 37 ઘરોને નુકશાન પહોંચ્યુ છે.

જ્યારે ચક્રવાતી તોફાન વરદાએ મચાવ્યો કહેર

જ્યારે ચક્રવાતી તોફાન વરદાએ મચાવ્યો કહેર

બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી તોફાન વરદાએ પણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કહેર વરસાવ્યો હતો. ખાસ કરીને આ રાજ્યોના તટીય વિસ્તારોમાં તોફાનની અસર વધુ જોવા મળી. હવામાન વિભાગ મુજબ આનુ કેન્દ્ર ગોપાલપુરથી 1050 કિલોમીટર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં રહ્યુ. આ તોફાનના કારણે 10 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આંધ્ર પ્રદેશમાં પણ ઝડપી હવાઓના કારણે કાર અને ટેંકર પલટી ગઈ, પોલ નીચે પડી ગયા. આ ચક્રવાતને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને નૌસેનાની ટીમો તૈયાર હતી. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય વિસ્તારો પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ.

ભૂકંપની ચપેટમાં પૂર્વોત્તર ભારત

ભૂકંપની ચપેટમાં પૂર્વોત્તર ભારત

12 સપ્ટેમ્બર, બુધવારનો દિવસ પણ પૂર્વોત્તરના અમુક રાજ્યો ખાસ કરીને બિહાર, પશ્ચિમ બંગાળમાં સવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. સવારે 10 વાગીને 20 મિનિટ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 હતી. ભૂકંપનું કેન્દ્ર અસમનું કોકરાઝાર બતાવવામાં આવ્યુ છે. ભૂકંપ આવ્યા બાદ ઘણા ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ. લોકો પોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થળોએ આવી ગયા. જો કે કોઈના જાનમાલના ખતરાના કોઈ સમાચાર નહોતા મળ્યા. આ પહેલા મ્યાનમાર-ભારત (અરુણાચલપ્રદેશ) સીમા ક્ષેત્રમાં આજ ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપમાં કોઈ મોટી ઘટના સામે આવી નહોતી.

ભૂસ્ખલનમાં 17 લોકોના જીવ ગયા

ભૂસ્ખલનમાં 17 લોકોના જીવ ગયા

આ વર્ષે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને પણ ભારે વિનાશનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વિનાશ ભૂસ્ખલનના કારણે થયુ છે. 22 એપ્રિલે રાજ્યના તવાંગ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે બધા શ્રમિકો શિબિર પર પડી ગયા. તેમણે જણાવ્યુ કે આ ઘટના તે સમયે બની જ્યાર શ્રમિક ગાઢ ઉંઘમાં સૂતા હતા. આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકોના મોત પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલન, 3 ના મોત

ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલન, 3 ના મોત

હંમેશા કુદરતી આફતોની ચપેટમાં રહેતા રાજ્ય ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટવાના કારણે અને ભૂસ્ખલન થવાના કારણે 3 લોકોના મોત થઈ ગયા. આ ઘટના ટિહરીના ઘનસાલીના કોટ ગામમાં થઈ હતી. આ ઉપરાંત કોટ ગામમાં વાદળ પણ ફાટ્યા હતા જેના કારણે વિનાશ સર્જાયો હતો. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ આ વર્ષે ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં થયેલી ભૂસ્ખલનની ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોનો મોત નીપજ્યા હતા.

પ્રદૂષણે જીવન બનાવ્યુ મુશ્કેલ

પ્રદૂષણે જીવન બનાવ્યુ મુશ્કેલ

દેશની રાજધાની દિલ્લી માટે પણ આ વર્ષ ઘણુ ખતરનાક સાબિત થયુ. ખાસ કરીને પ્રદૂષણના કારણે. દિલ્લીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં જવાના કારણે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી. એક સમય તો એવો આવ્યો જ્યારે દીલ્લી-એનસીઆરના મોટાભાગના હિસ્સામાં હવાની ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ગંભીર સ્તરે પહોંચી ગયો. છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્લી-એનસીઆરમાં શરદીના મોસમમાં ધૂંધ અને ભીષણ વાયુ પ્રદૂષણની સમસ્યા હવે સામાન્ય બની ચૂકી છે. આ વર્ષે રાજધાનીમાં ઝેરીલી હવાનું જે સ્તર વર્ષના અમુક સપ્તાહમાં જોવા મળ્યુ તે ઘણુ ખતરનાક રહ્યુ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે માર્ચ અને મે 2018 દરમિયાન 24 કલાકની સરેરાશ સ્તર પર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં પીએમ 2.5 સ્તરનું વાયુ પ્રદૂષણ નોંધવામાં આવ્યુ છે. એનસીઆરના ક્ષેત્રમાં 13 જૂન, 2018નારોજ એર ક્વોલિટી ઈન્ડેક્સ વેલ્યુ 999 નોંધવામાં આવ્યુ હતુ. માર્ચ અને મે 2018 વચ્ચે દિલ્લીને એક દિવસ માટે પણ સારી ગુણવત્તાવાળી હવવા નસીબ ન થઈ. પીએમ 2.5થી માણસ માટે ગંભીર જોખમ છે. આ મહીન કણ ફેફસામાં ઉંડે સુધી જતા રહે છે જેનાથી હ્રદયરોગનો હુમલો, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર અને શ્વાસ સંબંધી રોગ થઈ શકે છે.

આ પણ વાંચોઃ 2018માં બોલિવુડને એક પછી એક મળ્યા 9 ઝટકા, મહિનાઓ સુધી રહ્યુ શોકમાંઆ પણ વાંચોઃ 2018માં બોલિવુડને એક પછી એક મળ્યા 9 ઝટકા, મહિનાઓ સુધી રહ્યુ શોકમાં

English summary
Year End 2018: Dangerous Natural Calamities in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X