For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકના સહારે બાળકનું કર્યું અપહરણ, 3 પકડાયા

|
Google Oneindia Gujarati News

facebook-logo
લખનઉ, 21 માર્ચઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ જ્યાં લોકો એકબીજા સાથે જોડાવાનું કામ કરે છે, ત્યાં બીજી તરફ તેના થકી સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. ફેક આડી બનાવીને લોકોને મુર્ખ બનાવવામાં આવે છે અને ક્રાઇમને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેનું તાજુ ઉદાહરણ લખનઉમાં જોવા મળ્યું છે. જ્યાં ત્રણ લોકોએ ફેસબુક થકી અપહરણ કરવાનું ષડયંત્ર રચી નાંખ્યું. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર સચિન અને ડોલીએ ફેક આઇટી જનરેટ કરી ચેટિંગ દરમિયાન જ બન્નેએ પાડોશમાં રહેતા એક બાળકનું અપહરણ કરવાની યોજના બનાવી લીધી.

યોજના અનુસાર ડોલી પાડોશમાં રહેતા ગોલુને ભોળવીને ઘરની બહાર લઇ જશે અને ત્યાંથી નક્કી કરેલા સ્થાને તેને લઇ જઇને તેનું અપહરણ કરવામાં આવશે. પોતાના અન્ય એક મિત્રની મદદથી સચિને બાળકના ઘરે રકમ માંગી અને સાંજે પાંચ વાગ્યાનો સમય આપ્યો. જ્યારે સાંજે પાંચ વાગ્યે બાળકના પિતા રકમ લઇને નહીં આવ્યા તો સચિન અને તેનો મિત્ર મયંક બાળક અને ડોલીને છોડીને ત્યાંથી જતા રહ્યા.

ઘણો સમય વિત્યા પછી પણ બન્ને પરત નહીં આવતા યુવતી ડરી ગઇ અને બાળકને તેના ઘરે પરત મુકતી આવી. બાદમાં પોલીસે બન્નેની એ જગાએથી ધરપકડ કરી, જ્યાં તેમણે બાળકના પિતાને રકમ લઇને આવવા માટે કહ્યું હતું. પોલીસે જ્યારે પૂછપરછ કરી તો તેમણે કહ્યું કે સચિન અને ડોલી એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા ઇચ્છતા હતા. લગ્ન માટે પૈસાની જરૂર હતી તેથી તેમણે ડોલીની પાડોશમાં રહેતા ગોલુનું અપહરણ કરવાની યોજના બનાવી હતી.

English summary
Man in Lucknow planned Kidnaping of a kid on Facebook, all 3 were arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X