For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વસ્તુઓની હોમ ડિલીવરી કેવી રીતે કોરોના પ્રૂફ બનાવશો

લોકો મોટેભાગે વસ્તુઓની હોમ ડિલીવરી કરાવી રહ્યા છે. એવા સંજોગોમાં હોમ ડિલીવરીને પણ કેવી રીતે કોરોના પ્રૂફ બનાવવી તે જાણવુ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં હાલમાં 21 દિવસનુ લૉકડાઉન ચાલી રહ્યુ છે. આજે 10મો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પોતપોતાના ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે ત્યારે લોકો મોટેભાગે વસ્તુઓની હોમ ડિલીવરી કરાવી રહ્યા છે. એવા સંજોગોમાં હોમ ડિલીવરીને પણ કેવી રીતે કોરોના પ્રૂફ બનાવવી તે જાણવુ જરૂરી છે. આમ તો જોકે કોવિડ 19 અથવા સાર્સ કોવ-2 વાયરસ ખોરાક દ્વારા ફેલાતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી કારણકે રાંધવાથી વાયરસ મરી જાય છે તેમછતાં ફૂડ પેકેજિંગ અથવા રેડી-ટુ-ઈટ મીલ અજાણતા પણ આ વાયરસના વાહક બની શકે છે.

home delivery

આપણે આપણી સેફ સાઈડ માટે પેકેજ્ડ ફૂડને વાપરતા પહેલા 72 કલાક માટે સ્ટોર કરવુ જોઈએ જેનાથી તેના દ્વારા ચેપનુ જોખમ દૂર થઈ જાય છે. એનુ કારણ એ છે કે વાયરસ કોઈ પણ સપાટી પર 72 કલાક સુધી ટકી શકે છે. ટેકઅવે અથવ રેડી-ટુ-ઈટ મિલના કિસ્સામાં કન્ટેઈનર અથવા પેકેજિંગને બોટલ પર લખેલ સૂચના અનુસાર બ્લીચથી સાફ કરવુ જઈએ જેથી તેના દ્વારા ફેલાઈ શકતા ઈન્ફેક્શનના જોખમને ઘટાડી શકાય.

વૉરવિક મીચીકલ સ્કૂલના ડૉ. જેમ્સ ગિલના જણાવ્યા અનુસાર ઘરેલુ બ્લીચથી સપાટીને સાફ કરી દેવાથી એક મિનિટની અંદર વાયરસ નિષ્ક્રિય થઈ જશે. આ ઉપરાંત તમારે સાવચેતી રૂપે ડિલીવરી કરનાર વ્યક્તિ માટે તમારે દરવાજા પર એક નોંધ મૂકી દેવી કે ડોરબેલ વગાડ્યા બાદ એક સ્ટેપ પાછળ ખસો જેથી તમે ફૂડ પેકેટને એકલા લઈ શકો.

આ પણ વાંચોઃ પીએમ મોદીની અપીલઃ 5 એપ્રિલે રાતે 9 વાગે રોશનીનુ મહાજાગરણ કરોઆ પણ વાંચોઃ પીએમ મોદીની અપીલઃ 5 એપ્રિલે રાતે 9 વાગે રોશનીનુ મહાજાગરણ કરો

English summary
Know how to make your home delivery corona proof
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X