મધુ કોડાને મળ્યા અસ્થાયી જામીન

ન્યાયમૂર્તિ એચસી મિશ્રાએ મધુ કોડાને એક-એક લાખ રૂપિયાના બે મુચલકા પર ત્રણ અઠવાડિયાના અસ્થાયી જામીન આપ્યા છે. મધુ કોડાને તેમના મુખ્યમંત્રીત્વ કાળમાં ઝારખંડમાં રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતિકરણ યોજનાના ક્રિયાન્વયનમાં ચારસો કરોડ રૂપિયાથી વધારેનું કૌભાંડ કરવાના આરોપમાં અત્યારસુધી જામીન મળી શક્યા નહોતા. તેમજ, હવાલા, આવક કરતા વધુ સંપત્તિ સહિત ભ્રષ્ટાચારના અન્ય તમામ મામલાઓમાં તેમને ઉચ્ચ ન્યાયાલયમાંથી પહેલાં જ જામીન મળી ચૂક્યા છે.
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતિકરણ યોજનાના ક્રિયાન્વયનમાં કૌભાંડ સાથે જોડાયેલા મામલાઓની તપાસ સીબીઆઇ કરી રહી છે. મધુ કોડા ભ્રષ્ટાચારના ચાર હજાર કરોડ રૂપિયાથી વધારે કૌભાંડના વિભિન્ન માલાઓમાં 30 નવેમ્બર 2009થી રાજીની બિરસા મુંડા જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
