
કોંગ્રેસ પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, 'પહેલાં પાર્ટીમાં તો લોકતંત્ર લાવો'
નવી દિલ્લીઃ સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં નવા નેતૃત્વની શોધ માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પત્ર લખીને પાર્ટીમાં ઉપરથી લઈને નીચલા સ્તર સુધી ફેરફાર કરવાની માંગ કરી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે પાર્ટીમાં ફેરફાર વિશે કોઈ નિર્ણય થઈ શકે છે. પરંતુ સાંજ પડતા પડતા ઘોષણા કરવામાં આવી કે સોનિયા ગાંધી જ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ બની રહેશે. જેવી કોંગ્રેસે સોનિયા ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાનુ એલાન કર્યુ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નિર્ણય પર સવાલ ઉઠવા લાગ્યા.
દેશના જાણીતા કવિ અને પૂર્વ આમ આદમી પાર્ટી નેતા કુમાર વિશ્વાસે કટાક્ષ કરીને હરિયાણવીમાં ટ્વિટ કર્યુ. કુમારે લખ્યુ કે, 'દિખે યો ના સુધરે! અર ફેર કહંગે લોકતંતર ખતરે મે પડગા. મકા ભઈ પેલે તમ તો લ્યાઓ લોકતંતર અપની પારટી મે.' એનો અર્થ એ કે, 'જુઓ આ નહિ સુધરે, હવે ફરીથી કહેશે કે લોકતંત્ર ખતરામાં આવી ગયુ. હું કહી રહ્યો ભાઈ તમે પોતાની પાર્ટીમાં તો લોકતંત્ર લાવો.'

તમને જણાવી દઈએ કે સોમવારે કોંગ્રેસ પાર્ટીની બેઠક ઘણી હંગામેદાર રહી હતી. પાર્ટી નેતાઓના પત્ર વિશે એક પછી એક દાવા કરવામાં આવ્યા. પહેલા સમાચાર આવ્યા કે રાહુલ ગાંધીએ પત્રને ભાજપ સાથે મિલીભગત ગણાવ્યો છે. જેનો ગુલામનબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ નેતાઓએ વિરોધ દર્શાવ્યો. આઝાદે જ્યાં પાર્ટીમાં બધા પદો પરથી રાજીનામુ આપવાની રજૂઆત કરી ત્યાં કપિલ સિબ્બલે એક પગલુ આગળ વધીને ટ્વિટ કરી દીધુ. બાદમાં સફાઈ આપી કે રાહુલ ગાંધીએ આવુ કંઈ નથી કહ્યુ. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવેસીએ નબી આઝાદે કટાક્ષ કરીને કહ્યુ કે 45 વર્ષ સુધી ગુલામીનુ આ ઈનામ મળ્યુ છે. કોંગ્રેસમાં જે પણ જનેઉધારી નેતૃત્વ સામે અવાજ ઉઠાવશે તેને પણ ભાજપની ટીમ ગણાવી દેવામાં આવશે.
લૉકડાઉનથી થયુ 2.7 લાખ કરોડનુ નુકશાન, માઈનસ 4.5 ટકા પહોંચી જશે દેશની GDP