લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની સજા, 25 લાખનો દંડ

રાંચી, 3 ઓક્ટોબરઃ 1994-95માં કરવામાં આવેલા ઘાસ-ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સૌથી વધારે પાંચ વર્ષની સજા અને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ સિવાય આરજેડી સાંસદ જગદીશ શર્માને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ચાર વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઇ કોર્ટે સોમવારે તેમને ચારા કૌભાંડમાં દોષી ઠરાવ્યા હતા. આ કેસમાં લાલુ સહિત કુલ 45 લોકોને દોષી ઠરાવવામાં આવ્યા હતા, જેમાંથી સાતને એ જ દિવસે સજા ફટકારી દેવામાં આવી હતી, જ્યારે બાકીના લોકોને આજે સજા સંભળાવવામાં આવી છે. લાલુ દોષી ઠર્યા બાદથી જ રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે.

lalu-prasad-yadav
સીબીઆઇના વિશેષ લોક અભિયોજક બીએમપી સિન્હાએ કહ્યું હતું કે, અમે દોષીઓ માટે કડકમાં કડક સજાની માંગ કરી છે, કારણ કે આરોપ કોઇપણ પ્રકારની શંકા વગર સાબિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે ખાસ જજ પીકે સિંહે લાલુ અને અન્ય 44 લોકોને ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદે રીતે 37.70 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં દોષી ગણાવ્યા હતા. આ રકમ 1994થી 1995 દરમિયાન કાઢવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X