• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News In Brief (August 4): મોદી પહોંચ્યા પશુપતિનાથ મંદિર, ચીનમાં ભૂકંપ 368ના મોત

|

નવી દિલ્હી, 4 ઓગસ્ટ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની બે દિવસીય યાત્રા પર છે. આખી દુનિયાના મીડિયાની નજર નરેન્દ્ર મોદીની આ યાત્રા પર છે. વડાપ્રધાન આજે પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા માટે જવાના છે. નરેન્દ્ર મોદીએ ગઇકાલે નેપાળની સંસદને સંબોધી હતી, તેમજ નેપાળને 1 અબજ ડોલરની ભેંટ પણ આપી હતી.

વધું સમાચારથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

4:22pm: જબલપુરમાં પાણીમાં ડુબવાથી 6 લોકોના મોત, એકને બચાવી લેવામાં આવ્યો

4:17pm: કુશ્તી સંઘે છેડતીના મુદ્દે વીરેન્દ્ર મલિકને કર્યા સસ્પેંડ

4:12pm: દિલ્હી: પબ ઝઘડા કેસમાં પાર્થ વાડિયાને હાઇકોર્ટમાંથી જમાનત મળી

3:18pm: મેરિટમાં ગણવામાં નહી આવે અંગ્રેજીના માર્ક્સ: જીતેન્દ્ર સિંહ

3:05pm: નેપાળના માઓવાદી નેતા પુષ્પ કમલ દહલને મળ્યા નરેન્દ્ર મોદી

3.10pm: આજે દિવસભરની વઘઘટ બાદ શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. આજે BSE સેન્સેક્સ 266.97 પોઇન્ટ વધીને 25,747.81ની સપાટીએ જ્યારે NSE નિફ્ટી 79.90 પોઇન્ટ વધીને 7,681.50ની સપાટીએ બંધ રહ્યો હતો.

3.10pm: ઇઝરાઇલ દ્વારા સોમવારે ગાઝા પટ્ટીમાં માનવીય આધાર પર જાહેર કરવામાં આવેલા સાત કલાકનો સંઘર્ષ વિરામ શરૂ કરી દેવામાં આવ્યો છે.

3.00pm: લખનઉ: અલ્હાબાદમાં સીએમપી ડિગ્રી કોલેજના કેંમ્પસમાં પાણી ભરાવવાના લારને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.

2.35:pm: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની બહારી વિસ્તારમાં સોમવારે થયેલા એક બોમ્બ હુમલામાં અફઘાન રાષ્ટ્રીય સેનાના ચાર જવાનોના મોત થઇ ગયા.

2.30:pm: તમિલનાડુ: શ્રીલંકાઇ વેબસાઇટ પર તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા વિરૂદ્ધ આપત્તિજનક લેખ અને ફોટાએ જોર પકડવાનું શરૂ કરી દિધું છે. તમિલનાડુમાં તેનું વિરોધ પ્રદર્શન જોતાં શ્રીલંકાઇ અંડર-15 ક્રિકેટ ટીમને સુરક્ષાના કારણોના લીધે તાત્કાલિક ચેન્નઇ છોડવા માટે કહેવામાં આવ્યું છે.

02.45pm: હોન્ડા મોટર્સ વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ અમદાવાદમાં સ્થાપશે. ુપ્વલાન્ર્ષટની ઉત્માંપાદન ક્ષમતા વર્ષે 12 લાખ સ્કૂટર્સની હશે.

02.35pm: બાંગ્લાદેશમાં સોમવારે 200 યાત્રીઓથી ભરેલી એક નાવ પદ્મા નદીમાં ડૂબી ગઇ.

02.30pm: પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના વડાપ્રધાન ચોધરી અબ્દુલ મજીદે ભારતના નવા ભારતના નવા સેના પ્રમુખના એ નિવેદનની નિંદા કરી છે, જેમાં તેમણે ચેતાવણી આપતા જણાવ્યું છે કે સૈનિકોના માથા કાપવા જેવી ઘટનાઓના તાત્કાલિક જવાબ આપવામાં આવશે.

02.00pm: ગુજરાતના ભુજમાં બંધાઇ રહ્યું છે ભારતીય સંસદ ભવન!!!

01.30pm: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સોમવારે રોડ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક નેતા સહિત ત્રણ લોકોના મોત થઇ ગયા. આ નેતા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટીના હતા.

01.00pm: ઉત્તર પ્રદેશ: મેનકા ગાંધીએ કરી પુત્ર વરૂણ ગાંધીને મુખ્યમંત્રી બનાવવાની વકિલાત, યૂપી ભાજપના અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાઇએ અંગત નિવેદન ગણાવ્યું.

12.30 pm: નેપાળ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેપાળના રાષ્ટ્રપતિ રામ બરન યાદવ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

12.00 pm: નવી દિલ્હી: વિવાદાસ્પદ વીમા સંશોધન ખરડા પર આજે સવારે અહીં થયેલી સર્વદળીય બેઠકમાં મતભેદ દૂર કરી શકાય નહી. આ ખરડા પર આજે રાજ્યસભામાં આજે ચર્ચા કરવાની હતી.

11.00am: નવી દિલ્હી: યુપીએસસીની સિવિલ સેવા પરિક્ષામાં સીસેટને લઇને આજે સંસદમાં હંગામો થઇ શકે છે. આ મુદ્દે બનેલી કમિટીનો રિપોર્ટ સરકારની પાસે છે.

10.11am: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 45 મિનિટ સુધી પશુપતિનાથની પૂજાઅર્ચના કરી હતી. બાદમાં તેમણે મંદિરમાંથી બહાર આવીને ચંદનના લાકડાની ભેંટ મંદિરના અધિકારીઓને આપી હતી. અત્રેથી તેઓ હોટેલ રવાના થયા અને આજે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.

9.15am: નરેન્દ્ર મોદી કડક સુરક્ષાની વચ્ચે પશુપતિનાથ મંદિરે આવી પહોંચ્યા હતા. અત્રે તેમનું ધાર્મિક ગીતો અને મંત્રોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

9.00am: નરેન્દ્ર મોદી પશુપતિનાથ મંદિરના દર્શન કરવા માટે રવાના થયા.

8.45am: ભારતે રવિવારે સંપન્ન થયેલ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત 20માં કોમનવેલ્થ ગેમ્સમાં 15 સુવર્ણ પદકો સહિત કુલ 64 પદક મેળવીને મેડલ સૂચિમાં પાંચમાં સ્થાને રહી ટૂર્નામેન્ટનું સમાપન કર્યું.

8.30am: દક્ષિણ-પશ્ચિમ યુન્નાન પ્રાંતમાં રવિવારે 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભયાનક ભૂકંપના પગલે 368 લોકોના મોત થયા છે જ્યારે 14000 લોકો ઘાયલ થયા છે.

English summary
Latest News in brief of August 4: earthquake in China, 175 died and other news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more