For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતથી પાઠ ભણી અમિત શાહે બદલી એક ચાલ અને જીતી લીધું કર્ણાટક

2014 લોકસભા ચૂટણીના પરિણામ બાદ ભાજપ વિવિધ રાજ્યોની વિધાનસભામાં સતત જીત મેળવી રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ ભગવો લહેરાવીને ભાજપે સૌકોઈને ચોંકાવી દીધા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

2014 લોકસભા ચૂટણીના પરિણામ બાદ ભાજપ વિવિધ રાજ્યોની વિધાનસભામાં સતત જીત મેળવી રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ ભગવો લહેરાવીને ભાજપે સૌકોઈને ચોંકાવી દીધા છે. કહેવામા આવી રહ્યું છે કે સોશિયલ એન્જિનિયરિંગમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની નિપુણતાના કારણે આ જીત મળી છે. કર્ણાટક જીતની સાથે જ ભાજપે દક્ષિણમાં પગપેસારો કર્યો છે. હવે દક્ષિણના અન્ય રાજ્યો પર અમિત શાહની નજર રહેશે.

આ ફોર્મ્યુલા અપનાવ્યો

આ ફોર્મ્યુલા અપનાવ્યો

ઉલ્લેખનીય છે કે ક્ણાટક વિધાનસભામાં જીત મેળવવા માટે ભાજપે એ તમામ નાની-નાની બાબતો પર પણ કામ કર્યું જેની ગુજરાત ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અવગણના કરવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતાના સૌથી સફળ પેજ પ્રમુખ ફોર્મ્યુલાને યૂપી બાદ કર્ણાટકમાં પણ લાગુ કર્યો હતો, પરંતુ શાહે આ વખતે આ ફોર્મ્યુલાને બે ભાગમાં વિભાજીત કર્યો હતો.

હાફ પેજ પ્રમુખોની ટીમ

હાફ પેજ પ્રમુખોની ટીમ

પાર્ટી સૂત્રો મુજબ પહેલી વખત ભાજપે રાજ્યમાં હાફ પેજ પ્રમુખોની ટીમ બનાવી. ભાજપે રાજ્યના 56696 પોલિંગ બૂથોના 4.96 કરોડ મતદાતાઓ પર અંદાજીત 10 લાખ હાફપેજ પ્રમુખ તહેનાત કર્યા છે. એટલે કે એક હાફ પન્ના પ્રમુખ પાસે 45થી 50 મતદાતાઓની જવાબદારી છે. ગુજરાત ચૂંટણીમાં કેટલીય સીટો પર ઓછા અંદરે થયેલી હાર-જીત બાદ ભાજપે કર્ણાટકમાં આ ફોર્મ્યુલાને અપનાવ્યો છે, અને આની જવાબદારી ભાજપી રાજ્યના ચૂંટણી પ્રબંધક મુરલીધરને સોંપવામા આવી હતી.

અમિત શાહે ઘડી હતી રણનીતિ

અમિત શાહે ઘડી હતી રણનીતિ

નિષ્ણાંતો મુજબ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પેજ પ્રમુખોની રણનીતિ અમિત શાહે જ ઘડી હતી. અમિત શાહે ઉત્તર પ્રદેશમાં ફોર્મ્યૂલા લાગુ કર્યો હતો અને પરિણામ સ્વરૂપે સહયોગી દળોની સાથે મળીને શાહ 80માંથી 73 સીટ મેળવવામાં સફળ રહ્યા હતા. બાદમાં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ આ ફોર્મ્યુલા જ અપનાવવામાં આવ્યો હતો. જેના થકી 2017ની યુપીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 403માંથી 325 સીટ હાંસલ કરવામા સફળતા મળી હતી.

સૌથી પહેલાં યુપીમાં અપનાવ્યો હતો આ ફોર્મ્યુલા

સૌથી પહેલાં યુપીમાં અપનાવ્યો હતો આ ફોર્મ્યુલા

કર્ણાટકમાં પણ આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે. હાફ પેજ પ્રમુખોની ઉપર પેજ પ્રમુખોને રાખવામા આવ્યા. એમની ઉપર બુથ પ્રમુખ રાખવામાં આવ્યા, પછી એરિયા પ્રમુખ અને તેમની ઉપર ચૂંટણી પ્રભારૂીને જગ્યા આપવામાં આવી. એટલું જ નહીં કર્ણાટકમાં ભાજપે 224 સીટો પર 500થી પણ વધુ સાંસદ અને ધારાસભ્યો તહેનાત કર્યા. કેન્દ્રીય મંત્રી, અન્ય રાજ્યોના સીએમે નીચલા સ્તરના કાર્યકર્તાઓ સાથે જોડાયને તેમનો સાથ આપ્યો.

English summary
Lessons from Gujarat, Amit Shah changed a move and conquered Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X