તમામ મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે એક વર્ષમાં જોડો: SC

Posted By:
Subscribe to Oneindia News

તમામ મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે એક વર્ષમાં જોડો: SC
સુપ્રિમ કોર્ટ સોમવારે કેન્દ્રની જણાવ્યું છે કે તમામ નંબરને આધાર કાર્ડ સાથે એક વર્ષની અંદર જોડવામાં આવે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર માટે એક વર્ષની સમય મર્યાદા છે. જેના અંતર્ગત પ્રિ-પેડ હોય કે પોસ્ટ પેડ તમામ મોબાઇલ ગ્રાહકોને તેમનો ફોન આધાર કાર્ડ સાથે જોડવો પડશે. કોર્ટે જણાવ્યું કે 100 કરોડથી વધુ મોબાઇલ સબક્રાઇબરો છે. સીમ કાર્ડનો દૂરઉપયોગ થતો અટકે તે માટે કોઇ પણ ભૂલચૂક વગર આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે એક વર્ષમાં ત્વરીતપણે જોડવામાં આવે.

mobile


કોર્ટે એક વર્ષમાં તેવી પોલિસી બનાવવાનું કહ્યું છે કે જેનાથી આ દરેક વ્યક્તિ જ્યારે પ્રી પેડ સીમ દ્વારા રિચાર્જ કરાવે તો તેણે એક ફોર્મ ભરવું પડે જેમાં તેણે કેટલાનું રિચાર્જ કરાવ્યું તેની જમા રાશિ પણ લખેલી હોય. નોંધનીય છે કે SIMનો મોટા પ્રમાણમાં દૂરઉપયોગ થાય છે. અનેક વાર તેનો ઉપયોગ અયોગ્ય કામને અંજામ આપવા માટે કરવામાં આવે છે ત્યારે કોર્ટે કેન્દ્રને આ મામલે યોગ્ય નિયમ લાગુ પાડવાનો એક વર્ષમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે

English summary
The Supreme Court on Monday directed the Centre to ensure that the Aadhar number of every phone subscriber should be registered within a year.
Please Wait while comments are loading...