For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચાયતની ચૂંટણી વચ્ચે વૈશાલીમાંથી મળ્યા જીવતા બોમ્બ

બિહારમાં હાલ પંચાયત ચૂંટણીની ચાલી રહી છે, વૈશાલી જિલ્લાના જાવજ ગામના એક બગીચામાંથી 9 જીવતા બોમ્બ મળી આવ્યા છે. બોમ્બ મળ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

|
Google Oneindia Gujarati News

વૈશાલી : બિહારમાં હાલ પંચાયત ચૂંટણીની ચાલી રહી છે, વૈશાલી જિલ્લાના જાવજ ગામના એક બગીચામાંથી 9 જીવતા બોમ્બ મળી આવ્યા છે. બોમ્બ મળ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આવા સમયે લોકોની માહિતી પર પહોંચેલી પોલીસે તેમના કબ્જામાં રહેલા તમામ બોમ્બને ડિફ્યુઝ કર્યા હતા. જો કે, આ બોમ્બ કયા હેતુથી બગીચામાં રાખવામાં આવ્યા હતા, તે હજૂ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ આ સવાલનો જવાબ શોધવામાં લાગી છે.

પંચાયતની ચૂંટણી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈશાલી જિલ્લામાં 10માં તબક્કા હેઠળ 8 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. પંચાયતની ચૂંટણીમાં નસીબ અજમાવી ચૂકેલા ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન જીવંત બોમ્બ મળવાની માહિતીથી ઉમેદવારો તેમજ મતદારોમાં ભય ફેલાયો છે. મીડિયાને માહિતી આપતાં મહનાર પોલીસ સ્ટેશન મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, જવાજ ગામના એક બગીચામાંથી નવ જીવતા બોમ્બ મળી આવ્યા છે. આ તમામ સ્વદેશી બોમ્બ હતા, જેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

એસઆઈ પ્રેમ કુમાર સિંહે જણાવ્યું હતું કે, તમામ બોમ્બ રસ્તાના કિનારે પોલીથીનમાં રાખવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસર જોયું અને મોટી દુર્ઘટના ટળી હતી. તેમણે ગ્રામજનોને જણાવ્યું કે, હવે ડરવાની જરૂર નથી. હાલમાં પોલીસ હવે આ વિષય પર તપાસ કરી રહી છે કે, અહીં બોમ્બ કોણ લાવ્યો હતો અને તેનો હેતુ શું હતો.

English summary
Live bombs found in Vaishali amidst panchayat elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X