For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકડાઉન 4: રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યુ, આ સેવાઓને છુટછાટ

વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મનાવ્યો છે. લોકડાઉન 4ને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોંફરન્સ દ્વારા પ્રેસ કોંફરન્સ કરી હતી. વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા 54 દિવસથી મહ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. લોકડાઉન 4ને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોંફરન્સ દ્વારા પ્રેસ કોંફરન્સ કરી હતી. વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ, યોદ્ધાઓ આપણે બધા એક થઈને કોરોના સામે લડી રહ્યા છે. આપણે લોકડાઉનમાં સારો સહકાર આપ્યો, લોકોને તકલીફ પડી છતાં પણ પોતાનો સહકાર આપ્યો. તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો, નર્સો, કોર્પોરેશનનાં સફાઈકર્મી, પોલીસકર્મીએ બધાએ પોતાની જાતની પરવાહ કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. હું તમામને અભિનંદન અને ધન્યવાદ આપું છું. સરકારી લોકો સંવેદનશીલ નથી તેને માન્યતાને ખોટી ગણાવી બધાએ સુંદર કામ કર્યું.

Lockdown

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દરરોજ લગભગ 300 આસપાસ નવા કોરોનાના મામલા આવી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતી કાલથી દેશભરમાં લોકડાઉન 4ની શરૂઆત કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ કરી આ જાહેરાત

  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જરૂરી ચિજવસ્તુઓ સિવાય અન્ય પ્રકારની છૂટ નહીં અપાય.
  • પુલ, થિયેટરો, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે બંધ રહેશે. રેસ્ટોરાંમાંથી ફક્ત ડિલિવરીની સુવિધા ચાલુ.
  • નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી વેપારમાં છુટ અપાઇ છે.
  • ગુજરાત: સલોન, બ્યુટી પાર્લર, પાન, સિગારેટની દુકાન નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ખુલશે.
  • અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઓફીસ ખોલવાની મંજુરી
  • લોકડાઉન 4 માં એક રીતે ધંધા અને ઉદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવશે
  • તમામ ધંધાકીય વ્યવસાયો નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 8 થી 4 દરમિયાન શરૂ થશે. અવરોધો અને તે પ્રમાણે જ દુકાનો ખુલી જશે. બધી રેસ્ટોરાં, હોટલ, સિનેમા હોલ, મોલ મલ્ટીપ્લેક્સ અને જીમ બંધ રહેશે. દુકાનો અમદાવાદના પશ્ચિમ ભાગમાં ખુલશે પરંતુ પૂર્વમાં નહીં.
  • ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિઓ કન્ટેન્ટ અને નોન-કન્ટેનમેન્ટ જોનના આધારે નક્કી કરવામાં આવશે. તેમની સીમાંકન સ્થાનિક સત્તા દ્વારા કરવામાં આવશે. કન્ટેન્ટ ઝોન માટે નિયમો કડક બનાવી શકાય છે. આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે.
  • અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષાઓ શરૂ, પરંતુ માત્ર 2 મુસાફરો જ બેસશે.
  • અમૂલ પાર્લરમાં, ત્રણ લેયર માસ્કની કિંમત 5 રૂપિયા અને એન 95 માસ્ક 65 રૂપિયા થશે.
  • રાજ્યમાં હાઈવે પરની હોટલો શરૂ થશે, પરંતુ શહેરોની રેસ્ટોરન્ટ્સમાંથી ફક્ત હોમ ડિલિવરી થઈ શકે છે. ગુજરાત આંતર-રાજ્ય બસ સેવા માટે પણ ખુલ્લું છે, આ માટે, અન્ય રાજ્યો સાથે વાતચીત કરીને આગળનો માળખું તૈયાર કરવામાં આવશે.
  • અમદાવાદના પૂર્વ ભાગમાં ખાનગી ટેક્સી સેવા શરૂ થશે નહીં. રાજ્યના બાકીના ભાગમાં, ડ્રાઇવર અને 2 મુસાફરો સાથેની એક ટેક્સી દોડી શકશે. અમદાવાદના પૂર્વ ભાગ ઉપરાંત રાજ્યભરની ખાનગી કચેરીઓ 33 ટકા સ્ટાફ સાથે કામ કરી શકે છે.
  • કોન્ટેન્ટ ઝોન અને નોન-કોન્ટેન્ટ ઝોનની સૂચિ આવતીકાલે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: આજથી WHOની મીટિંગ, કોરોના વાયરસ પર તપાસની માંગ કરી રહેલ 62 દેશોને ભારતનુ સમર્થન

English summary
Lockdown 4: The state is divided into two parts, these services are relaxed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X