For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચે પીએમ મોદીને આ બે મામલામાં આપી ક્લીન ચિટ

ચૂંટણી પંચે પીએમ મોદીને આ બે મામલામાં આપી ક્લીન ચિટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી સમયે પીએમ મોદી ખાસ કરીને લાઈમ લાઈટમાં રહેવાનું વધુ પસંદ કરે છે તે તો બધા જાણે જ છે. 2014ની લોકસભા ચૂ્ંટણીમાં પણ મતદાન કેન્દ્રની બહાર કમળનું ચિહ્ન હાથમાં લઈ સેલ્ફી પાડી હોવાનો મામલો કોને યાદ નથી! ત્યારે આ વખતે પણ લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી પર વિરોધપક્ષે કેટલાય પ્રકારના આરોપો લગાવ્યા હતા અને ચૂંટણી પંચમાં તેમના વિરુદ્ધ ફરિયાદ સુદ્ધાં કરી હતી. જો કે તેમાના બે મામલામાં આજે ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી દીધી છે. પરંતુ એક મામલામાં પીએમ મોદી પર 72 કલાકનો પ્રતિબંધ પણ લાગ્યો હતો.

narendra modi

જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન અમદાવાદમાં મતદાન કર્યા બાદ રોડ શો કર્યો હતો. જેને લઈ વિપક્ષીદળોએ વાંધો ઉઠાવ્યો હતો અને આ મામલે ચૂંટણી પંચમાં આચાર સંહિતાના ભંગનો મામલો નોંધાવ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ચૂંટણી પંચે આ મામલાઓમાં પીએમ મોદીને ક્લીન ચિટ આપી દીધી છે. જણાવી દઈએ કે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીએ મતદાન બાદ રોડ શો કર્યો હતો, જેને લઈ વિરોધ પક્ષોએ ત્યારે પણ વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો- જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યું

English summary
Lok Sabha Elections 2019: EC gave clean chit to PM Narendra Modi on two more cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X