Exit Polls: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસને મોટો ઝાટકો લાગી શકે છે
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા પછી એક્ઝીટ પોલ અનુમાન અનુસાર, કેન્દ્રમાં ભાજપા સરકાર આવી શકે છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા પછી એક્ઝીટ પોલ અનુમાન અનુસાર, કેન્દ્રમાં ભાજપા સરકાર આવી શકે છે. મોટાભાગના એક્ઝીટ પોલ ભાજપા ગઠબંધનને બહુમત આપી રહ્યા છે. જયારે કર્ણાટકની વાત કરવામાં આવે તો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટો ઝાટકો લાગી શકે છે. કર્ણાટક પોલ ઓફ પોલ્સમાં ભાજપ આ ગઠબંધનથી ઘણું આગળ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસને મોટો ઝાટકો લાગી શકે છે
કોંગ્રેસ પાર્ટી, જે કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સાથે ગઠબંધન કરીને ભાજપને સત્તાથી દૂર રાખવામાં સફળ થઇ હતી, તેઓ આ લોકસભા ચૂંટણીમાં ભાજપથી પાછળ પડતા જોવા મળી રહ્યા છે. 13 એક્ઝીટ પોલના કુલ આંકડાથી જાણવા મળ્યું છે કે કર્ણાટકની 28 લોકસભા સીટોમાંથી ભાજપને 19 અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 9 સીટો મળતી જોવા મળી રહી છે.

એક્ઝીટ પોલમાં ભાજપને વધારે સીટો
કર્ણાટકમાં ભાજપની અનુમાનિત સૌથી વધારે 25 સીટો છે, આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક સર્વે મુજબ છે. જયારે એબીપી ન્યુઝ નેલસન ઘ્વારા સૌથી ઓછી 15 સીટોનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ફક્ત એક્ઝીટ પોલ છે, જે હંમેશા સાચા સાબિત નથી થતા. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પરિણામ 23 મેં દરમિયાન જાહેર કરવામાં આવશે. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે 17 સીટો, કોંગ્રેસે 9 સીટો અને જનતા દળ સેક્યુલરે 2 સીટો જીતી હતી.

23 મેં દરમિયાન પરિણામ જાહેર થશે
હજુ સુધી કોંગ્રેસ અથવા એચડી કુમારસ્વામી ઘ્વારા આ એક્ઝીટ પોલ અંગે કોઈ પણ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપીને તેને ફગાવી દીધા છે. મમતા બેનર્જીએ એક્ઝીટ પોલને ગપ્પા ગણાવીને કહ્યુ કે આની પાછળનું કારણ એ છે કે હજારો ઈવીએમને આ ગપબાજી વચ્ચે બદલી શકાય. હું તમામ વિપક્ષી દળોને અપીલ કરુ છુ કે તે એક, મજબૂત અને સખત રહે. આપણે એક સાથે મળીને આ લડાઈ લડીશુ.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
