For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ કેસમાં સતત ત્રીજા વર્ષે મધ્ય પ્રદેશ પહેલા સ્થાન પર

મહિલાઓ સાથે અપરાધ મામલે મધ્ય પ્રદેશનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે. સતત ત્રીજા વર્ષે મધ્ય પ્રદેશમાં મહિલાઓ સાથે રેપના કેસમાં વધારો નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મહિલાઓ સાથે અપરાધ મામલે મધ્ય પ્રદેશનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે. સતત ત્રીજા વર્ષે મધ્ય પ્રદેશમાં મહિલાઓ સાથે રેપના કેસમાં વધારો નોંધવામાં આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ બ્યુરોએ જે પોતાનો રિપોર્ટ જારી કર્યો છે તે અનુસાર વર્ષ 2018માં રેપના દેશભરમાં જેટલા રેપ કેસ નોંધાયા છે તેમાંથી એકલા 16% કેસ મધ્ય પ્રદેશના છે એનસીઆરબીના આંકડા અનુસાર 2018માં રેપના કુલ 33356 કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 16% કેસ મધ્ય પ્રદેશમાં નોંધવામાં આવ્યા છે.

સર્વાધિક રેપ મધ્ય પ્રદેશમાં

સર્વાધિક રેપ મધ્ય પ્રદેશમાં

રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં 5433 કેસ નોંધવામાં આવ્યા જેમાં 54 કેસ એવા છએ જેમાં પીડિતોની ઉંમર 6 વર્ષથી પણ ઓછી છે. વર્ષ 2016 અને 2017ની વાત કરીએ તો રેપના કેસમાં મધ્ય પ્રદેશ દેશનુ પહેલુ રાજ્ય રહ્યુ. 2016થી 2018ની સરખામણીમાં રેપની કેસ વધ્યા છે. 2016માં રેપના કુલ 4882 કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે 2017માં 5562 કેસ નોંધવામાં આવ્યા.

2018ના આંકડા

2018ના આંકડા

વર્ષ 2018માં નોંધવામાં આવેલ કુલ રેપના 2841 કેસોમાં પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. વળી, 54 કેસોમાં પીડિતાની ઉંમર 6 વર્ષથી ઓછી હતી. જ્યારે 142 કેસ એવા હતા જેમાં પીડિતાની ઉંમર 6 વર્ષથી 12 વર્ષની વચ્ચે હતી. આંકડાઓ અનુસાર 1143 કેસ એવા છે જેમાં પીડિતાની ઉંમર 12થી 16 વર્ષની વચ્ચે હતી. 1502 કેસમાં પીડિતાની ઉંમર 16-18 વર્ષ વચ્ચે હતી.

2016 અને 2107ના આંકડા

2016 અને 2107ના આંકડા

વર્ષ 2016ની વાત કરીએ તો 2479 કેસમાં પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી જ્યારે 39 કેસમાં પીડિતાની ઉંમર 6 વર્ષથી ઓછી હતી. 2017માં રેપના કુલ 3082 એવા કેસ હતા જેમાં પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી જ્યારે 50 કેસમાં પીડિતાની ઉંમર 6 વર્ષથી ઓછી હતી. દેશના બધા રાજ્યોની વાત કરીએ તો રેપના કેસમાં મધ્ય પ્રદેશ પહેલા સ્થાન પર છે જ્યારે આ લિસ્ટમાં બીજા સ્થાને રાજસ્થાન છે.અન્ય રાજ્યોના આંકડામાં 2018માં મધ્ય પ્રદેશમાં જ્યાં કુલ 5433 રેપના કેસ નોંધવામાં આવ્યા તો રાજસ્થાન બીજા સ્થાને છે જ્યાં 4335 રેપના કેસ નોંધવામાં આવ્યા છે. વળી, ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાન પર છે જ્યાં કુલ 3946 રેપના કેસ નોંધવામાં આવ્યા છે. ચોથા નંબરે મહારાષ્ટ્ર આવે છે જ્યાં કુલ 2142 કેસ નોંધવામાં આવ્યા છે, પાંચમાં સ્થાને છત્તીસગઢ છે જ્યાં 2091 રેપના કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ CAA: વારાણસી પહોંચ્યા પ્રિયંકા ગાંધી, BHU છાત્રો-સિવિલ સોસાયટીના સભ્યોને મળ્યાઆ પણ વાંચોઃ CAA: વારાણસી પહોંચ્યા પ્રિયંકા ગાંધી, BHU છાત્રો-સિવિલ સોસાયટીના સભ્યોને મળ્યા

English summary
Madhya Pradesh tops in rape cases for third year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X