For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના આઇડિયાએ મહારાષ્ટ્ર કોંગ્રેસને દિશા આપી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
મુંબઇ, 27 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ચુંટણીમાં થ્રી-ડી ટેક્નોલીજીનો ઉપયોગ કરી એકસાથે કેટલાય સ્થળો પર પોતાના ભાષણો આપ્યાં. હવે મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ તેમના નકશે કદમ પર ચાલતાં પોતાના રાજ્ય મુખ્યાલયને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બધા જિલ્લા કાર્યલયોને જોડવા જઇ રહી છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ પ્રાયોગિક ધોરણે આ ટેક્નોલોજીની શરૂઆત કરી દિધી છે. તાજેતરમાં જ પોતાની સાથે કૃષિ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ અને મોહંમદ આરિફ નસીમ ખાન સાથે મીટીંગ યોજીને આ બંને વિભાગો સંબંધી સમસ્યાઓનું નિકારણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું. તેમને કહ્યું હતું કે બે મહિનાની અંદર રાજ્યના બધા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયોને આ ટેક્નોલોજી સાથે જોડવામાં આવશે. ત્યારબાદ તે મુંબઇ સ્થિત કાર્યાલયમાં બેસીને બધા જિલ્લા અધ્યક્ષોને સંબોધિત કરશે આ ઉપરાંત નિશ્વિત સમયે તે પત્રકારો સાથે વાતચીત પણ કરશે.

માણિકરાવ ઠાકરેએ આ ટેક્નોલોજીને એક મોટી ઉપલબ્ધિ માને છે. તેમનું કહેવું છે કે જરૂરિયાત જણાતાં આ ટેક્નોલોજીના માધ્યમથી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે અથવા તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ રાહુલ ગાંધી સાથે વાતચીત કરાવી શકશે. જેથી કાર્યકર્તાઓનું મનોબળ વધશે અને આ ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓનું જવાબદારી અનુભવશે અને કામમાં સક્રિયતા દાખવશે.

ઠાકરે આને નરેન્દ્ર મોદીની નકલ માનવાનો ઇન્કાર કરે છે. તેમનું કહેવું છે કે આ યોજના ગુજરાતની ચુંટણી પહેલાં બનાવવામાં આવી હતી. જેનું ઉપયોગ હવે થઇ રહ્યો છે. માનવામાં આવે છે કે ભાજપના ટેક્નોલોજી પ્રેમને જોતાં મહારાષ્ટ્ર કોંગ્રેસે તેમના વિરૂદ્ધ પોતાની તૈયારી કરવા માટે આગામી લોકસભા અને વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખતાં આ પગલાં ભરવાનું શરૂ કરી દિધું છે.

English summary
Maharashtra Congress learned something from Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X