
Palghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોર હોવાના શકમાં ગુરુવારે રાતે લોકોની ભીડે ઢોર માર મારી ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. આ મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્ત્રીય તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે આ જાણકારી આપી. દેશમુખે આ ઘટનાને કોઈ સાંપ્રદાયિક રંગ ના આપવાની ચેતાવણી આપી કેમ કે મૃતકોમાં બે લોકો સાધુ જણાવવામાં આવી રહ્યા છે.
રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું, સુરત જઈ રહેલ ત્રણ લોકોની પાલઘરમાં હત્યા થઈ જેમાં સંડોવાયેલા 101 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હત્યાના મામલે મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, આ ઘટના દ્વારા સમાજમાં ઝેર ઓકવા માંગે છે તેવા લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી ચે, પાલઘરની ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા, અને જેમણે હુમલો કર્યો તે લોકો અલગ અલગ ધર્મના નહોતા.
શું મામલો છે
જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘરમા ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજી ઢોર માર મર્યો હતો. જેને પગલે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ ક્લપવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડેના રૂપીમાં થઈ છે, નિલેશ સાધુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈની અંતિમવિધિમાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુ લોકોની ભીડ તેમના પર ટૂટી પડી, ગ્રામીણોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો, જણાવવામાં આવ્યું કે આ આખા વિસ્તારમાં કેટલાક દિવસથી બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની અફવા ફેલાણી હતી. લોકોએ તેમને આ ગેંગના માણસો હોવાનું માની કંઈપણ વિચાર્યા વિના તેમના પર હુમલો કરી દીધો અને ત્રણેયની હત્યા કરી નાખી.
કપિલ મિશ્રાએ વીડિયો શેર કર્યો
આ મામલે બાજપના નેતાઓ સહિત સોશિયલ મીડિયા યૂઝર્સે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર પોલીસ પર નિશાન સાધ્યું છે. કપિલ મિશ્રાએ વીડિયો શેર કર્યો ચે જેમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ સાધુઓ પર ડંડાથી હુમલો કરી રહી છે. આ દરમિયાન એક પોલીસવાળો પણ જોવા મળે છે જેની પાછળ છૂપાઈને એક સાધુ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરે છે પરંતુ તે પોલીસકર્મી પણ તેમની મદદ નથી કરતો અને તમાશો જોતો રહે છે.
લૉકડાઉનઃ ગુજરાતમાં આજે શું ખુલશે શું નહિ, જુઓ આખી યાદી