For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર: લાઉડસ્પીકર વિવાદ વચ્ચે આવતીકાલે પૂણેમાં મહા આરતી કરશે રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે શનિવારે પુણેમાં મહા આરતીમાં હાજરી આપશે. રાજ ઠાકરે હનુમાન જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે યોજાનારી આ મહા આરતીમાં હાજરી આપશે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની રાજ ઠાકર

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે શનિવારે પુણેમાં મહા આરતીમાં હાજરી આપશે. રાજ ઠાકરે હનુમાન જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે યોજાનારી આ મહા આરતીમાં હાજરી આપશે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની રાજ ઠાકરેની તાજેતરની માંગને કારણે તેમના કાર્યક્રમ પર બધાની નજર છે.

Raj Thackeray

રાજ ઠાકરેએ તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જણાવ્યું હતું. રાજ ઠાકરેએ રાજ્ય સરકારને કહ્યું છે કે કાં તો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી દો, નહીં તો અમે મસ્જિદોની સામે સતત લાઉડ સ્પીકરથી હનુમાન ચાલીસાના પાઠ કરવાનું પણ શરૂ કરીશું. રાજ ઠાકનેનું કહેવું છે કે તેઓ આ મુદ્દાથી પાછળ હટશે નહીં.

શિવસેનાએ મનસેને ઘેર્યુ

મહારાષ્ટ્રની સત્તાધારી શિવસેનાએ રાજ ઠાકરેના આ નિવેદનને ભાજપના ઈશારે ગણાવ્યું છે. શુક્રવારે જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે MNSએ લાઉડસ્પીકર હટાવવાને બદલે વધતી મોંઘવારી વિશે બોલવા માટે તેની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેઓએ પેટ્રોલ, ડીઝલ, સીએનજી પર વાત કરવી જોઈએ. તેઓએ જોવું જોઈએ કે તાજેતરના 2-3 વર્ષમાં શું થયું છે અને છેલ્લા 60 વર્ષોની વાત ન કરવી જોઈએ.

English summary
Maharashtra: Raj Thackeray will perform Maha Aarti in Pune tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X